HomeGujaratCentral Gujaratમહિલા મંત્રીની સામે ભાન ભૂલ્યા ભાજપના નેતા, પીઠ થપથપાવી

મહિલા મંત્રીની સામે ભાન ભૂલ્યા ભાજપના નેતા, પીઠ થપથપાવી

છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ ગામમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવાએ દારૂના નશામાં હોય એવું જોવા મળ્યું છે. આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષાબેન સુથારની પીઠ થબથબાવીને અશોભનિય વર્તન કર્યું હતું. જાહેરમાં લથડિયા ખાતા જોવા મળ્યા હતા. એટલે કોઈ નશો કરીને આવ્યા હોવાની ચર્ચા થઈ રહી છે.

ફોન બંધ કરી દિધો: જ્યારે એમની સંપર્ક કરવામાં આવ્યો ત્યારે સંપર્ક થઈ શક્યો ન હતો. રશ્મિકાંત વસાવાએ ફોન જ સ્વીચ ઓફ કરી દીધો હતો. મહિલા મંત્રી સાથે અશોભનિય વર્તનનો મુદ્દો છેક પ્રદેશ કક્ષાએ પહોંચી ગયો હોવાનું જાણવા મળ્યું છે. પણ ભાજપના આ ભડવીર સામે શું પગલાં લેવાય છે એના પર સૌની નજર છે.

આવો હતો કાર્યક્રમ: ભારતના રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુ જે પ્રથમ આદિવાસી મહિલા તરીકે ચૂંટાઈ આવ્યા છે, જેથી આ પ્રસંગને વધાવી લેવા માટે છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ ગામમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં છોટાઉદેપુર જિલ્લા પ્રભારી અને આરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબેન સુથાર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા સહિત અનેક આગેવાનો આ પ્રસંગે હાજર હતા. આ કાર્યક્રમનો વીડિયો વાયરલ થયો છે. આ પ્રસંગે નિમિષાબેન સુથાર જ્યારે કાર્યક્રમ સ્થળે પહોંચ્યા, તે સમયે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા તેમની પીઠ થપથપાવતા હોવાનું વીડિયોમાં દેખાય છે. રશ્મિકાંત વસાવા ક્યારેક લથડિયું ખાતા તો સ્ટેજ ઉપર ઉંઘતા હોય એવું પણ વીડિયોમાં દેખાય છે.

ખભો પકડી ચાલ્યા: જાતને નહીં સંભાળી શકતા રશ્મિકાંત વસાવા અન્ય એક ભાજપ આગેવાનનો ખભો પકડી લે છે. જ્યારે સ્ટેજ પાસે પહોંચે છે, ત્યારે પણ અન્ય કાર્યકરના ખભે હાથ મૂકી પગથિયા ચડતા જોવા મળ્યા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW