HomeGujaratઈમાનદારી : મોરબીની યુવતીએ રસ્તામાંથી મળેલો કિંમતી મોબાઈલ મૂળ માલિકને પરત કર્યો

ઈમાનદારી : મોરબીની યુવતીએ રસ્તામાંથી મળેલો કિંમતી મોબાઈલ મૂળ માલિકને પરત કર્યો

મોરબીમાં બાઈક ચલાવતી વખતે પડી ગયેલો યુવાનનો કિંમતી મોબાઈલ એક યુવતીને મળતા તેણીએ પ્રામાણિકતા દાખવી મોબાઈલના મૂળ માલિકને શોધીને કિંમતી મોબાઈલ પરત કર્યો હતો અને ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

મોરબીની યુવતી વૃત્તિ ઠક્કર અને તેની બહેન રિદ્ધિ વિઠલાણી એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે એક યુવાન બાજુમાંથી બાઈક લઈને નીકળ્યો હતો તે વેળાએ યુવાનનો મોબાઈલ ખિસ્સામાંથી પડી ગયો હતો અને તે મોબાઈલ વૃત્તિ ઠક્કરને મળ્યો હતો જેથી તેણીએ મોબાઈલ પાછો આપવા પ્રયત્ન કર્યો હતો પરંતુ યુવાનનો ભેટો થયો ન હતો ત્યારબાદ વૃત્તિએ આ મોબાઈલના મૂળ માલિકનો સંપર્ક કરી તેમને જલારામ મંદિર ખાતે બોલાવીને મોબાઈલ પરત કર્યો હતો જેથી મહેનતની કમાણીનો મોબાઈલ ગુમાવીને ઈમાનદાર યુવતીની બદોલત પાછી મેળવતા યુવાન રાધે પટેલે વૃત્તિ ઠક્કરનો આભાર માન્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW