HomeGujaratઅનોખો વિરોધ: બળદ ગાડા લઈને પહોંચ્યા વિરોધ કરનારા, જાણો કેમ

અનોખો વિરોધ: બળદ ગાડા લઈને પહોંચ્યા વિરોધ કરનારા, જાણો કેમ

સુરતના મહુવા તાલુકા પંચાયત ખાતે યોજાયેલી સામાન્ય સભામાં ભારે વિવાદ સર્જાયો હતો અને સભા ભારે હંગામી બની હતી. સામાન્ય રીતે આ સામાન્ય સભાનું સંચાલન તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા કરવામાં આવતું હોય છે.

કોંગ્રેસના ધારસભ્યોએ વોકાઉટ કર્યું: પરંતુ સભામાં આમંત્રિત એવા સ્થાનિક ધારાસભ્ય મોહન ધોડિયા દ્વારા સભાની શરૂઆત કરવામાં આવતા મામલો ગરમાયો હતો અને ભારે હોબાળો મચી ગયો હતો. તે બાદમાં સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્યો દ્વારા અલગ અલગ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જે પ્રશ્નોનો શાસકો દ્વારા કોઈ સંતોષકારક જવાબ નહિ આપવામાં આવતા કોંગ્રેસનાં સભ્યોએ હોબાળો મચાવી સભામાં વોક આઉટ કરીને બહાર ચાલ્યા ગયા હતા. એટલું જ નહીં તાલુકા પંચાયતની બહાર ધરણા પર બેસી તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

સંચાલન બદલી ગયું: કોગ્રેસનાં પાંચ સભ્યોએ વિરોધનાં મૂડ સાથે જ સામાન્ય સભામાં આવ્યા હતા. અને ભારે વિરોધ સાથે તેઓએ સામાન્ય સભાને ગજવી હતી. સભા શરૂ થતા પહેલા તમામ સભ્યો પોત પોતાના ઘરેથી બળદગાડામાં બેસી આવ્યા હતા. અને મોંઘવારીના મુદ્દે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા. સામાન્ય સભાની શરૂઆતમાં જ વિવાદ ઉભો થયો હતો. કારણ કે સામાન્ય સભાનું સંચાલન નિયમ પ્રમાણે તાલુકા પંચાયતના પ્રમુખ સ્થાનેથી થતું હોય છે. પરંતુ તેના બદલે સભામાં આમંત્રિત કરાયેલા સ્થાનિક ધારાસભ્ય મોહન ધોડિયા દ્વારા સભાનું સંચાલન કરવામાં આવતા વિપક્ષે આક્રમક મૂડમાં આવી વિરોધ શરુ કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW