કોરોનાના કપરા સમયમાં લોકોને ભરપેટ ભોજન કરાવનાર અને જિલ્લા વાસીઓના દુઃખોમાં સહભાગી બનતા તેમજ સામાજિક આગેવાન હોવાથી દરેક સમાજના યુવા ચહેરાનો અવાજ બની સમાજમાં પોતાની એક અલગ ઓળખાણ ઊભી કરનાર ઉધોગ કાર પંકજભાઈ રાણસરિયા આમ આદમી પાર્ટીની વિચારધારાને અનુસરી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
પરિવર્તનની રાજનીતિ લઈને ભારતમાં દિલ્હીથી શરૂ થયેલ આમ આદમી પાર્ટી દિવસેને દિવસે વિશાલ થઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીની દિલ્હી અને પંજાબના સરકાર મધ્યમ અને ગરીબ વર્ગને મોંઘવારીના કપરા સમયમાં ફ્રી વિજળી, ફ્રી સારું શિક્ષણ, ફ્રી સારી આરોગ્ય સેવાઓ સાથે મહિલાઓને ફ્રી ટ્રાન્સપોર્ટ અને વડીલોને ફ્રી યાત્રા કરવી રહ્યા છે. પ્રજાને મળી રહેલ ભારતના બંધારણ મુજબના અધિકારોથી પ્રેરિત થઈ આમ આદમી પાર્ટીમાં સ્વચ્છ વ્યકિતત્વ ધરાવનાર સારા લોકો મોટા પ્રમાણમાં જોડાઈ રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાનીમાં મોરબીના યુવા નેતા અને યુવા ઉદ્યોગકાર એવા પંકજભાઈ રાણસરિયા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હી સરકારના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ટિમ આવતી કાલે તેમનું સવારે ૯ વાગ્યે સરદાર પટેલ પ્રતિમા, નવા બસ સ્ટેન્ડ ખાતે કરેશે અને ત્યાર બાદ જિલ્લા કાર્યાલય ખાતે તેમનું અભિવાદન અને પત્રકારો સાથે વાર્તાલાપ કરશે.

