મોરબી જીલ્લામાં દિન પ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે ગુરુવારે જીલ્લામાં 756 લોકોના સેમ્પલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા જેમાંથી 10 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જેમાં 8 મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં આવ્યા હતા તો ટંકારામાં અને માળિયામાં એક-એક કેસ પોઝિટિવ આવ્યા હતા. બીજી તરફ મોરબીના 9 અને વાંકાનેરના 2 દર્દી મળી કુલ 11 દર્દી સ્વસ્થ થઈ જતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવતા હાલમાં કુલ એક્ટિવ કેસ 61 રહ્યા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ મોરબી જીલ્લામાં આજ દિન સુધીમાં 5,53,292 દર્દીના કોરોના સેમ્પલ ટેસ્ટ લેવામાં આવતા કુલ 10,957 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા જેમાંથી 10,547 દર્દી સ્વસ્થ થયા હતા.

