HomeGujaratCentral Gujaratલીવ ઇનમાં બીજી જોડે રહેવા યુવતીને કાઢી મૂકી, આત્મહત્યા કરે એ પહેલા...

લીવ ઇનમાં બીજી જોડે રહેવા યુવતીને કાઢી મૂકી, આત્મહત્યા કરે એ પહેલા…

અમદાવાદ: અમદાવાદમાં વધુ એક યુવતી પતિના અત્યાચારનો ભોગ બની છે. જે વીડિયો બનાવીને આત્મહત્યા કરવા રિવરફ્રન્ટ પહોંચી હતી. પરંતુ જાગૃત નાગરિકે તેનો જીવ બચાવ્યો. પતિએ લગ્નના એક મહિના બાદ પત્નીને ઘરની બહાર કાઢી મૂકી અને અન્ય યુવતી સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યો હતો. જેથી મહિલા આત્મહત્યા કરવા માટે દોડી ગઈ હતી.

લોકોએ બચાવી: સાબરમતી રિવરફ્રન્ટ પર રવિવારના દિવસે મોટી સંખ્યામાં સહેલાણીઓ ફરવા માટે આવતા હોય એવામાં બપોરના સમયે એક યુવતી રિવરફ્રન્ટ વોક વે પરથી નદીમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કરવા જઈ રહી હતી. તે જ સમયે આસપાસમાં બેઠેલા યુવકોએ તેને પકડીને નદીમાં કૂદતા અટકાવી હતી.

વિડિયો બનાવ્યો: યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કરતા પહેલા પોતાના મોબાઈલમાં આયશાની જેમ એક વીડિયો બનાવ્યો હતો. જે વીડિયોમાં તેણે પોતાના પતિ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવતીએ પોતાના વીડિયોમાં જણાવ્યું હતું કે, 7 વર્ષથી યોગેશ નામના યુવકને તે પ્રેમ કરતી હતી. તેની સાથે 2021 માં પોતાના પરિવારની વિરુદ્ધમાં જઈને લગ્ન કર્યા હતા.

ત્રાસ દેવાનું ચાલું કર્યું: લગ્નના થોડા દિવસોમાં જ પતિ તેની સાથે નાની નાની બાબતે ઝઘડો કરી માર મારતો હતો. એક વર્ષ પહેલા યુવતીના પતિ યોગેશે માર મારી તેને ઘરમાંથી કાઢી મૂકી અને થોડા સમય બાદ અન્ય એક યુવતીને લઈ આવ્યો. યુવતીએ જેના પર આંખો મીચીને વિશ્વાસ કર્યો તેના પતિએ દગો આપતા તેણે પોતાના જીવનનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW