બદ્રીનાથ હાઈવે પર રુદ્રપ્રયાગથી શ્રીનગર તરફના નારકોટા પાસે નિર્માણાધીન પુલના કામ દરમિયાન કાટમાળ અને સેટરિંગ સામગ્રી પડી હતી. જેમાં 10 મજૂરો દટાયા હતા. કાટમાળમાંથી આઠ મજૂરોને બચાવીને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પોલીસ, પ્રશાસન અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ફસાયેલા મજૂરોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘટના બુધવારે સવારે 9 વાગ્યે બની હોવાનું કહેવાય છે.

