દસ ટકા આયાતી કોલસો મિક્સ કરીને વીજળી પેદા કરવાની કેન્દ્રની મિનિસ્ટ્રી ઓફ પાવર તરફથી દરેક રાજ્યોને આપવામાં આવેલી સૂચનાનું પાલન કરવામાં આવે તો ગુજરાતના 1.40 કરોડ વીજ વપરાશ કારોને માથે વરસે દહાડે રૃા. 6600 કરોડનો વીજદર વધારાનો બોજ આવશે. આયાતી કોલસો મિક્સ કરીને ગુજરાતના વીજ ઉત્પાદન મથકો વીજળી પેદા કરશે તો યુનિટદીઠ ભાવમાં 60થી 70 પૈસાનો વધારો થવાની સંભાવના રહેલી છે.
ગ્રાહકની માથે બીજો: વીજદરમાં વધારો ન કરતો હોવાની સતત જર્ક દ્વારા જાહેરાત કરાતી હોવાથી આ વધારો ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ-એફપીપીપીએની ફોર્મ્યુલા હેઠળ ગ્રાહકોને માથે થોપી દેવામાં આવશે.

કોલસાની અછત: કોલસાની સપ્લાય ન મળતા કોલસાની અછત દેશભરમાં ઊભી થઈ હતી. આ અછતના ગાળામાં કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ પાવરે દેશી કોલસા સાથે 10 ટકા આયાતી કોલસાનું મિશ્રણ કરીને વીજળી પેદા કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું. કોલસાની અછતને કારણે ગુજરાત ઉર્જા વિકાસ નિગમે ગુજરાતમાં દસ ટકા પાવર કટ લાગુ કરવાની પણ ફરજ પડી હતી. જોકે હવે જો ભાવ વધારો થયો તો માધ્યમ વર્ગ વધારે પીસાઈ જશે. કારણ કે ગુજરાતમાં આમ પણ વીજળી મોંઘી છે. એમાં હવે ભાવ વધારો બજેટ બગાડશે.

