HomeGujaratમોરબી: ખુલ્લી જગ્યામાં ઝાડની ફેન્સીગ કાઢવા મુદે બે પરિવાર વચ્ચે ધોકા ઉડ્યા,સામસામી...

મોરબી: ખુલ્લી જગ્યામાં ઝાડની ફેન્સીગ કાઢવા મુદે બે પરિવાર વચ્ચે ધોકા ઉડ્યા,સામસામી ફરિયાદ

ભારતીય પરંપરામાં પહેલો સગો પાડોશી માનવામાં આવતા હતા ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેર જયારે પણ કોઈ દુઃખદ કે સુખદ ઘટના હોય તો સગા સબંધી પહેલા પાડોશી આવી પહોચતા હોય છે જોકે સમયની સાથે સાથે આ પાડોશી ધર્મ હવે ભુલાઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.કારણ કે નાની બાબતોમાં પાડોશી એક બીજાને મારવા દોડતા હોવાની ઘટના સામાન્ય બની ચુકી છે.
મોરબીમાં પણ પાડોશી વચ્ચે માત્ર ખાલી જગ્યામાં વાવેલ ઝાડાવાઓના ફેન્સીગ તોડવા મુદે ઝઘડો થયો હતોંવાત એટલી હદે વધી ગઈ કે બન્ને પરિવારે એક બીજા પર લાકડાના ધોકા અને લોખંડની તામી વડે હુમલા કરી એક બીજાને ઘાયલ કરી નાખ્યા હતા બનાવમાં સામ સામે પોલીસ ફરિયાદ નોધાઇ હતી
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ શ્ર્ધ્ધાપાર્કમાં રહેતા જીતેન્દ્રભાઇ જયંતીભાઇ મિયાત્રાના ઘર પાસે આરોપીઓએ ઝાડા વાવ્યા હતા અને તેના ફરતે ફેન્સીગ કર્યું હતું આ ફેન્સીગ કેમ કાઢી નાખાવાનો આક્ષેપ કરી રાજુભાઇ સતવારા (૨) તુલસીભાઇ રાજુભાઇએ જીતેન્દ્રભાઈ પર લોખંડ વડે હુમલો કર્યો હતો જીતેન્દ્ર માથામા તથા ડાબા હાથની ટ્ચલી આંગળી પર મારીઇજા કરી હતી તેમજ જીતેન્દ્રભાઈને બચાવવા આડા પડેલા તેમના બહેન શિતલબેન ફરી.ને છોડાવા જતા તેને ડાબા ગાલ પર તથા જમણા હાથે ઇજા પહોચાડી હતી બીજી તરફ તુલશીભાઇ રાજુભાઇ પરમારે આરોપી જીતેન્દ્રભાઇ જયંતીભાઇ મિયાત્રા જયંતીભાઇ મિયાત્રા, શીતલબેન જયંતીભાઇ મિયાત્રા,સુમનબેન જયંતીભાઇ મિયાત્રા સામે માર માર્યાની ફરિયાદ નોધાવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW