હળવદ તાલુકાના કેદારીયામાં મંગળવારે કોઈ કારણસર એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો જે બાદ વાત વધી વણસી જતા એક બીજા પર ધોકા અને જે પણ હથીયાર હાથમાં આવ્યું તેનાથી એક બીજા પર હુમલો કરી દીધો હતો આ બનાવમાં ચેતન ભરતભાઈ પોરડીયા,કાંતિભાઈ પોરડીયા,પ્રવીણભાઈ પોરડીયા,રમીલાબેન કાંતિભાઈ પોરડીયા,હીનાબેન રામજીભાઈ પોરડીયા,ટીનાભાઈ દેવાભાઈ પોરડીયા એમ 3 મહિલા મળી કુલ 6 લોકોને ઈજા પહોચી હતી બનાવ બાદ ઈજાગ્રસ્તને પ્રથમ હળવદ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા બાદમાં વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતા હળવદ પોલીસ પણ હોસ્પિટલ પહોચી હતી અને ઈજાગ્રસ્તના નિવેદન લેવા તજવીજ હાથ ધરી હતી

