જીએસટીના નવા દર લાગુ થયા બાદ અમૂલના ઉત્પાદનોમાં ભાવ વધારો થયો છે. 200 ગ્રામ દહીંના કપમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે 400 ગ્રામ દહીંના કપમાં રૂપિયા 2 નો વધારો કરવામાં આવ્યો છે. અમુલે તેની છાશના પાઉચના ભાવમાં પણ વધારો કર્યો છે.
છાશ પણ મોંઘી: સામાન્ય માણસ માટે હવે દૂધ અને છાશ જેવી પાયાની વસ્તુ પણ મોંઘી થઈ ગઈ છે. અમુલે તેની છાશના પાઉચના ભાવમાં પણ વધારો કર્યો છે. અમુલે 500 એમએલ છાશના પાઉચ પર 1 રૂપિયાનો વધારો કર્યો છે. જ્યારે હાલ 1 લિટર છાશના પાઉચ ઉપર કોઈ ભાવ વધારો સામે આવ્યો નથી.

લસ્સીમાં વધ્યા: લસ્સીના 170 એમએલ પાઉચમાં 1 રૂપિયાનો વધારો કર્યો છે. જ્યારે 200 એમએલ લસ્સીના કપ પર કોઈ ભાવ વધારો કરવામાં આવ્યો નથી. જોકે, આ ભાવ વધારો મંગળવારથી અમલમાં આવશે.

