HomeGujaratમોરબી :સ્ટેટ વિજલન્સ ટીમનો સપાટો રાજપર નજીક 620 પેટી દારૂ પકડાયો,2...

મોરબી :સ્ટેટ વિજલન્સ ટીમનો સપાટો રાજપર નજીક 620 પેટી દારૂ પકડાયો,2 શખ્સના નામ ખુલ્યા

સ્ટેટ વિજલન્સ એસપી ર્નીલિપ્ત રાય અને ડીવાયએસપી તેમ તેમની ટીમને બાતમી મળી હતી કે રાજપર ગામમાં આવેલ રામાપીર મંદિર પાસે આવેલ એક ગોડાઉન જેવા દેખાતા મકાનમાં દારૂનું મોટા પાયે કટિંગ થતું હોય આ બાતમી આધારે સોમવારે વહેલી સવારે આ કટિંગ આધારે ત્રાટકી હતી અને રાજપર ગામ પાસે આવેલ રામદેવપીર મંદિર જગ્યા સામે આવેલ એક ગોડાઉન જેવા દેખાતા એક મકાનમાંથી રૂ 32 લાખની કિમતના 620 પેટી જેટલો દારૂ પકડી પાડ્યો હતો અને ટ્રક ચાલકની ધરપકડ કરી હતી ટ્રક ચાલકની પૂછપરછ કરતા આ દારૂ રાજપરના ડેનીશ પટેલ અને મુળરાજસિંહ જાડેજાનું નામ સામે આવ્યું હતું. તેમજ આ દારૂ રફાળેશ્વરથી ટ્રકમાં રાજપર લાવ્યા હોવાનું ટ્રક ચાલકે કબુલ કર્યું હતું.


મોરબી જીલ્લામાં પોલીસ ભલે દારૂ બધી કાયદાની કડક અમલવારી કરતી હોવાના ભલે મસમોટા દાવા કરતું હોય પણ જે રીતે મોટા પાયે દારૂનો જથ્થો પકડાતા ભવિષ્યમાં જીલ્લામાં નવા જૂની થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW