HomeGujaratSBIમાંથી લોન લેવી થઈ ગઈ મોંઘી, વ્યાજદરમાં કર્યો આટલો વધારો

SBIમાંથી લોન લેવી થઈ ગઈ મોંઘી, વ્યાજદરમાં કર્યો આટલો વધારો

ભારત દેશની સૌથી મોટી બેંક SBIએ મોંઘવારીના વિષચક્રમાં પીડાઈ રહેલ જનતાને વધુ એક ડામ આપ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ લોનના વ્યાજદરમાં આજથી વધારો કર્યો છે. SBI પાસેથી લોન લેવી હવે મોંઘી થશે અને નવા અને જૂના ગ્રાહકોની EMI પણ વધશે. રિપોર્ટ અનુસાર SBIએ તેના માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ (MCLR)માં વધારો કર્યો છે. બેંકે MCLRમાં વધારો કરતા લોનના વ્યાજદર પણ વધશે. નવા સુધારેલા દર શુક્રવાર 15 જુલાઈથી લાગુ થઈ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂનમાં પણ SBIએ MCLRમાં વધારો કર્યો હતો.

SBIએ MCLRમાં વધારો કરવાની જાહેર નોટિસ બહાર પાડી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે એક વર્ષની લોન માટે MCLR 7.40 ટકાથી વધીને 7.50 ટકા કરવામાં આવ્યો છે. છ મહિનાની લોન માટે MCLR 7.35 ટકાથી વધારીને 7.45 ટકા કરવામાં આવ્યો છે. તે જ સમયે બે વર્ષ અને ત્રણ વર્ષ માટે MCLR 7.70 ટકાથી વધારીને 7.80 ટકા કરવામાં આવ્યો છે. SBI આ વર્ષે એપ્રિલથી તેના MCLRમાં વધારો કરી રહી છે. જૂનમાં તેણે MCLRમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો.

RBI દ્વારા રેપો રેટમાં વધારો કર્યા બાદ દેશની તમામ બેંકોએ હોમ લોન, પર્સનલ લોન અને ઓટો લોનના વ્યાજદરમાં વધારો કર્યો છે. આરબીઆઈએ આ વર્ષે મે મહિનામાં રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કર્યો હતો. ત્યાર બાદ જૂનમાં તેણે રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કર્યો હતો. બે વધારા બાદ રેપો રેટમાં 0.90 ટકાનો વધારો થયો છે અને હવે તે 4.90 ટકા પર પહોંચી ગયો છે.

એસબીઆઈ સિવાય પણ અન્ય ઘણી બેંકોએ તાજેતરમાં જ MCLRમાં વધારો કર્યો છે. HDFC બેંક અને ICICI બેંકે પણ MCLR દરમાં વધારો કર્યો છે. HDFC એ તમામ મુદતની લોન માટે MCLR વધાર્યો છે. ICICI બેંકે તમામ ટર્મ લોન માટે MCLRમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW