HomeGujaratમોરબીના એલ ઈ ક્રિકેટ ગ્રાઉન્ડના પેવેલિયનમાં ફાંસો લગાવી યુવકનો આપઘાત

મોરબીના એલ ઈ ક્રિકેટ ગ્રાઉન્ડના પેવેલિયનમાં ફાંસો લગાવી યુવકનો આપઘાત

મોરબી શહેરના સામાં કાંઠા વિસ્તારમાં આવેલ એલ ઈ કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડના જર્જરીત પેવેલિયનમાં બીજા માળે વહેલી સવારે રોહિત રમેશભાઈ વાહોડિયા નામનો 26 વર્ષીય યુવક રસ્સા વડે ફાંસો લગાવેલ હાલતમાં મળી આવ્યો હતો. વહેલી સવારે મેદાનમાં વોકિંગ કરતા લોકોની નજર આ સ્થળ પર પડતા લોકોએ બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી જે બાદ બી ડિવિઝન પોલીસ મથકના જમાદાર તથા કોન્સ્ટેબલ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો.

મૃતકના પરિજનોના જણાવ્યાં મુજબ રમેશ મૂળ બગથળા ગામનો વતની છે અને તેના માતા પિતા સર્કિટ હાઉસ વિસ્તારમાં રહે છે. દોઢ વર્ષ પહેલા તે એક પરિણીતાને ભગાડી ગયો હતો બાદમાં પરિણીતા તેના પતિના ઘરે જતી રહી હતી જોકે પોતે ઘરે જવાને બદલે રખડતો ભટકતો હતો અને બે દિવસથી આ પેવેલિયનમાં જ રહેતો હતો ત્યારે ગઈકાલે ગુરુવારે રાત્રે ફાંસો લગાવી આ યુવકે આપઘાત કરી લીધો હતો. હાલમાં પોલીસે મૃતકના પરિજનોનું નિવેદન લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW