શાળાઓમાં સત્ર શરૂ થયાના એક માસ પછી પણ કેલેન્ડર જાહેર થયું નથી.2023-24માં એપ્રિલથી સત્ર શરૂ કરવાના આયોજનની દરખાસ્ત સરકારમાં પડતર નિર્ણય લેવાયો ન હોવાથી કેલેન્ડર જાહેર થઈ શક્યું ન હોવાનું સુત્રો કહે છે.
આ કારણ: શૈક્ષણિક કેલેન્ડર જાહેર ન થવા પાછળનું બોર્ડના અધિકારીઓ પાસેથી કારણ જાણવા મળ્યું છે કે, આગામી વર્ષનું શૈક્ષણિક સત્ર એપ્રિલ માસથી શરૂ કરવાનું છે જેના કારણે વેકેશન અને પરીક્ષાઓના સમયમાં પણ ફેરફાર થઈ શકે છે. જોકે આ નિર્ણય છેલ્લા ઘણા સમયથી સરકારમા પડતર હોવાથી શૈક્ષણિક કેલેન્ડર જાહેર થઈ શક્યુ નથી.

નિર્ણયને અસર: જેને લઈ નિષ્ણાંતો કહે છે કે, ગુજરાતના લાખો વિદ્યાર્થીઓના એકેડેમિક કેલેન્ડર અંગે ઝડપથી નિર્ણય થવો જોઈએ એના બદલે સરકાર દ્વારા મંથરગતીએ કામગીરી કરવામા આવી રહી છે. મહત્વની વાત તો એ છે કે, પ્રાથમિક શાળાઓનુ સમગ્ર વર્ષ દરમ્યાનનું શૈક્ષણિક આયોજન થઈ ગયુ છે પરંતુ ફાઈનલ કેલેન્ડર જાહેર ન થતાં શિક્ષકો અને અધિકારીઓ પણ મૂંઝવણમા છે.
શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે શાળાઓ શરૂ થાય એ સમયે જ અથવા તો એ પહેલા સમગ્ર વર્ષના આયોજન સાથેનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામા આવે છે. જેમા વર્ષ દરમ્યાન ભણવાના દિવસો, પ્રથમ અને વાર્ષિક પરીક્ષાઓ અને વેકેશન અંગેના દિવસો અને તારીખ જાહેર કરાતી હોય છે અને આગામી નવું સત્ર ક્યારથી શરૂ થશે તેની પણ ડેડલાઈન અપાતી હોય છે.

