દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે નવસારી જિલ્લામાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈ વે પર વરસાદી પાણી ભરાવાને કારણે નવસારી જિલ્લા કલેકટરે નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે ચીખલી આલીપોરથી વલસાડ સુધીનો હાઈવે અવરજવર માટે બંધ કર્યો છે.
ગુજરાતના આટલા રસ્તા બંધ: રોડ રસ્તા બંધ અંગેની વિગતો આપતા રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે કચ્છમાં ભારે વરસાદ પડવાથી કચ્છનો નેશનલ હાઇવે નંબર 41 હાલ બંધ કરવામાં આવ્યો છે. તે જ રીતે નવસારી અને ડાંગના નેશનલ હાઇવે પણ બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પંચાયત હસ્તકના 583 રોડ રસ્તા વરસાદના કારણે બંધ કરવામાં આવ્યા છે.જ્યારે 51 સ્ટેટ હાઇવે સાથે કુલ મળી 537 અલગ અલગ માર્ગ વરસાદના કારણે બંધ કરવામાં આવ્યા છે.

એસટી રૂટ બંધ: એસટી નિગમ દ્વારા જે રૂટ બંધ કરવામાં આવ્યા હતા તે પૈકી 14 રૂટ હાલ પૂર્વ વધ કરવામાં આવ્યા છે. જ્યારે બાકીના 124 રૂટ ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ભારે વરસાદના કારણે રાજ્યના 764 ગામડા વીજળી થી અસરગસ્ત બન્યા હતા. જે પૈકી 729 ગામડાઓમાં પૂર્વ વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવ્યો છે

