HomeGujaratવલસાડમાં મધુબન ડેમ ઓવરફલો, નીચાણવાળા ગામને એલર્ટ

વલસાડમાં મધુબન ડેમ ઓવરફલો, નીચાણવાળા ગામને એલર્ટ

જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. સારા વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. તો મધુબન ડેમના 6 દરવાજા 1 મીટર સુધી ખોલી દેવાયા છે. જેનો ઇન્ફ્લો 178116 ક્યુસેક છે તો આઉટફ્લો 123111 જેટલો છે.

શહેરી વિસ્તારમાં પણ નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. વરસાદી પાણીએ રસ્તાના હાલ બેહાલ કરતા વાહનચાલકો ટ્રાફિક જામમાં ફસાઈ રહ્યા છે. 3 દિવસથી સતત વરસાદી માહોલ હોય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. દમણગંગા નદીની પાસે આવેલા ગામ તાલુકાને એલર્ટ કરાયા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW