HomeGujaratમોરબીમાં શુક્રવારે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

મોરબીમાં શુક્રવારે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા તા.15 જુલાઈના રોજ  સવારે11 કલાકે યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ, નજરબાગ સામે, મોરબી ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

        આ ભરતી મેળામાં મોરબી  જિલ્લાના  ખાનગી ક્ષેત્રોના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે, જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોન મેટ્રીક/એસએસસી/એચએચસી/આઇટીઆઇ/સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ, અધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે,  નિયત સમયે  અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશ. તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીએ જણાવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW