સ્પાઇસજેટની ફ્લાઇટમાં ઘણા સમયથી કોઇને કોઇ ખામીઓ સર્જાતી રહી છે. હવે ઉડાન પહેલા જ સ્પાઇસજેટની એક ફ્લાઇટના વ્હીલમાં ખામી સામે આવી હતી જેને પગલે મોડા ઉડાન ભરી હતી. જેને પગલે ડીજીસીએ દ્વારા તપાસ સોપવામાં આવી છે.
નવમી ઘટના: છેલ્લા ૨૪ દિવસમાં સ્પાઇસજેટના વિમાનમાં નવમી ઘટના સામે આવી છે. હવે ફ્લાઇટના નોઝ વ્હીલમાં ખામી સર્જાઇ હતી. જે બાદ એક રિકવરી એરક્રાફ્ટને દુબઇ મોકલવામાં આવ્યું હતું. ડીજીસીએ દ્વારા અગાઉથી જ તપાસના આદેશ અપાયા છે જ્યારે હવે આ નવમી ઘટનાની પણ નોંધ લઇને તપાસ કરાઇ રહી હોવાના અહેવાલો છે.

શું કહે છે અધિકારી: ડીજીસીએના અધિકારીએ જણાવ્યું હતું કે ૧૧મી તારીખે સ્પાઇસજેટના બી૭૩૭ એરક્રાફ્ટ વીટી-એસઝેડકેને મેંગલોરથી દુબઇ રવાના કરવામાં આવ્યું હતું જેને પરત ભારત આવવાનું હતું. જોકે દુબઇથી ફ્લાઇટ પરત આવવા ઉપડે તે પહેલા જ તેના વ્હીલમાં ખામી જોવા મળી હતી. જેને પગલે બાદમાં મોડા ફ્લાઇટ ઉપડી હતી. ૧૯મી જુન બાદ સ્પાઇસજેટના વિમાનમાં આઠ ખામીઓ આવી ચુકી છે જ્યારે સોમવારે આ નવમી ખામી સર્જાઇ હતી.

