HomeGujaratમોરબી:પીપળીયા ચાર રસ્તા નજીક ટ્રક ડ્રાઈવરની હત્યા કરી ફરાર થનાર ક્લીનર ઝડપાયો

મોરબી:પીપળીયા ચાર રસ્તા નજીક ટ્રક ડ્રાઈવરની હત્યા કરી ફરાર થનાર ક્લીનર ઝડપાયો

માળિયા મિયાણા પોલીસ મથક વિસ્તારમાં આવતા પીપળીયા ચાર રસ્તા નજીક ગત 7 જુલાઈના રોજ એક ટ્રકમાંથી લેરાજી ચમનજી ઠાકોર નામના ટ્રક ડ્રાઈવરની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી.ઘટનાની જાણ થતા માળિયા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો હતો બનવ બાદ પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ આધારે આરોપી ક્લીનર વિરુદ્ધ દિનેશ વરસંગ બોડાણા વિરુદ્ધ હત્યાની આશંકા રાખી ફરિયાદ નોધાવી હતી

પોલીસ ફરિયાદ આધારે માળિયા પોલીસ મથકના પીએસઆઈ બી ડી જાડેજા અને તેની ટીમે અલગ અલગ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી દરમિયાન આરોપી માળિયા કચ્છ આવેલ કે જી એન હોટેલમાં રોકાયો હોવાની બાતમી મળી હતી બાતમી આધારે માળિયા પોલીસની ટીમ બાતમી વાળા સ્થળ પર ત્રાટકી આરોપી દિનેશ વરસંગ બોડાણાને ઝડપી લીધો હતો અને પોલીસ મથકે લાવી અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીની પૂછપરછ કરતા તેણે કબુલાત આપી હતી કે મૃતક અને પોતે ડ્રાઇવર ક્લીનર તરીકે કામ કરતા હોયપોતાને ઘરે જવું હોય તેમજ રૂપિયાની જરૂર હોવાથી મૃતક પાસે રૂપિયાની માંગણી કરી હતી જોકે ટ્રક ડ્રાઈવરે રૂપિયા આપવા કે ઘરે જવા પર આના કાની કરતા ઝઘડો થયો હતો જે બાદ તેણે ગુસ્સામાં વ્હીલના પાનાંનો ઘા કરતા મૃતક લેરાજીની નાકના ભાગે લાગી ગયો હતો જે બાદ ત્યાંથી ફરાર થઇ ગયો હતો બનાવ અંગે પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW