રાજ્યભરમાં છેલ્લા 48 કલાકથી મેઘરાજાનું હેત યથાવત રહ્યુ હતું.જિલ્લામાં મોરબી શહેરમાં માં હળવા ઝાપટા વરસ્યા હતા જોકે ટંકારા, માળીયા, વાંકાનેર હળવદમાં નોંધપાત્ર વરસાદ થયો હતોમોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અડધા ઇંચથી લઇ 2 ઇંચ વરસાદ પડ્યો હતો જિલ્લાના સૌથી વધુ. માળીયા મિયાણા તાલુકામાં સૌથી 50 મીમી વરસાદ થયો હતો.તો સૌથી ઓછો વાંકાનેરમાં 15 મીમી વરસાદ પડયો હતો. અન્ય તાલુકાની વાત કરીએ તો ટંકારામાં 25 મીમી હળવદમાં મોરબી 31 મીમી અને હળવદમાં 19 મીમી વરસાદ નોંધાયો હતો.મોરબી જિલ્લામાં મોડી રાત્રે સર્વત્ર વરસાદ પડ્યો
ટંકારાની ડેમી 1 ડેમમાં નવા નીર
મોરબી જિલ્લાના મોટા ભાગના જળાશયમાં પાણીની આવક થાય તેટલો વરસાદ થયો ન હતો જોકે છેલ્લા 48 કલાકમાં રાજકોટ અને ટંકારા પંથકમાં થયેલા વરસાદથી ડેમી 1 ડેમમાં 1868 ક્યુસેક પાણીની આવક થઇ છે જિલ્લાના ડેમની હાલની સ્થિતિ જોઈએ તો મચ્છુ 1 ડેમમાં 2435એમસીએફટીની ક્ષમતા સામે 432 એમસીએફટી,મચ્છુ 2 ડેમમાં 3104 એમસીએફટી સામે 831 એમસીએફટી,મચ્છુ 3 માં 283 એમસીએફટી સામે 29.11 એમસીએફટી,ડેમી 1માં 783એમસીએફટી સામે 112 એમસીએફટી,ડેમી 2 માં 753એમસીએફટી સામે 113એમસીએફટી,ડેમી 3માં 339 એમસીએફટી સામે 14.13એમસીએફટી, બ્રાહ્મણી 1માં 2063એમસીએફટીની ક્ષમતા સામે 82.80એમસીએફટી,બ્રાહ્મણી2માં 699એમસીએફટીની ક્ષમતા સામે 180 એમસીએફટી, ઘોડાધ્રોઇ 243એમસીએફટી ક્ષમતા સામે 234એમસીએફટી જ્યારે બંગાવડીમાં 130 એમસીએફટી સામે 3.82એમસીએફટી ભરાયેલ છે

