HomeGujaratમોરબી : હળવદમાં 2 અને મોરબીમાં 1 ટ્રક ખનીજ ચોરી કરતા ઝડપાયા...

મોરબી : હળવદમાં 2 અને મોરબીમાં 1 ટ્રક ખનીજ ચોરી કરતા ઝડપાયા મેમો ફટકારવા તજવીજ

હળવદની બ્રાહ્મણી નદીમાંથી રેતી ચોરી કરતા તત્વો સામે મામલતદારે લાલઆંખ કરી છે. જેમાં શહેરના ટીકર રેલવે ફાટક પાસે અને હળવદ ધ્રાંગધ્રા હાઇવે પરથી રેતી ભરેલા બે ડમ્પરો ઝડપી પાડીને હળવદ પોલીસના હવાલે કરી ખાણ ખનીજનો મેમો ફટકારવાની તજવીજ હાથ ધરી હતી.બીજી તરફ મોરબી શહેરના સામાકાઠા વિસ્તારમાં પણ ખાણ ખનીજ વિભાગે માળિયા ફાટક વિસ્તારમાંથી ગેરકાયદે મંજુરી વિના ખનીજ ભરીને જતા એક ટ્રકને પકડી પડ્યો હતો અને શૈલેશ ચકા ચારોલાની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી
પ્રાપ્ત વિગતો અનુસાર હળવદની બ્રાહ્મણી નદીમાંથી રેતી ભરીને પસાર થતા રેલવે ફાટક પાસેથી જીજે-36-વી-1900 આશરે 50 ટન રેતી ભરેલું ડમ્પર ડિટેઇન કરી હળવદ પોલીસ હવાલે કર્યું હતું. તો બીજુ હળવદ ધ્રાંગધ્રા હાઇવે પરથી પસાર થતું જીજે-36-ટી-9318 આશરે 40 ટન રેતી ભરેલા ડમ્પરને પકડી પાડીને પોલીસ હવાલે કરી ખાણ ખનીજનો મેમો ફટકારવા માટે તજવીજ હાથ ધરી હતી. જોકે હળવદ પોલીસ દ્વારા પણ ત્રણ દિવસ પહેલા બે રેતી ભરેલા ડમ્પરો તેમજ ખાણ ખનીજ વિભાગ દ્વારા પણ બે ડમ્પરો ઝડપી પાડવામાં આવ્યા છે. જેથી કરીને પોલીસ, ખાણ ખનીજ અને મામલતદાર દ્વારા પણ રેતી ચોરી પર ધોંસ બોલાવતા રેત માફિયાઓમાં રીતસરનો ફફડાટ મચી જવા પામ્યો છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW