દેશની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંકોમાંની એક ઇન્ડિયન બેંકે તેના ગ્રાહકો માટે મોટા સમાચાર આપ્યા છે. ઈન્ડિયન બેંકે પણ તેના FD વ્યાજ દરમાં વધારો કર્યો છે. બેંક દ્વારા 2 કરોડ રૂપિયાથી ઓછીની FD પર FDના વ્યાજ દરમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવા દરો 4 જુલાઇ 2022થી અમલમાં આવ્યા છે.
નફો થશે: FD મેળવવા માટે હાલનો સમય ઘણો સારો સાબિત થઈ રહ્યો છે. જો તમારી પાસે FD છે, અથવા FD લેવાનું વિચારી રહ્યા છો, તો આ સમયે તમે ઘણો નફો કરી શકો છો. વાસ્તવમાં, RBI દ્વારા રેપો રેટમાં વધારો કર્યા પછી, ઘણી બેંકો FD રેટમાં વધારો કરી રહી છે. હવે FDના વ્યાજદરમાં વધારો કરવાની યાદીમાં વધુ બે બેંકોના નામ પણ સામેલ થયા છે.
સારા વાવડ: જાહેર ક્ષેત્રની મોટી બેંકોમાંની એક ઇન્ડિયન બેંકે પોતાના ગ્રાહકો માટે સારા સમાચાર આપ્યા છે. ઈન્ડિયન બેંકે પણ તેના FD વ્યાજ દરમાં વધારો કર્યો છે. બેંક દ્વારા 2 કરોડ રૂપિયાથી ઓછીની FD પર FDના વ્યાજ દરમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવા દરો 4 જુલાઇ 2022થી અમલમાં આવ્યા છે. બેંક ગ્રાહકોને રૂ. 2 કરોડ સુધીની એફડી પર 2.80 ટકાથી 5.60 ટકા સુધીનો વ્યાજ દર ઓફર કરી રહી છે.

ઈન્ડિયન બેંક તેના ગ્રાહકોને 7 થી 14 દિવસની FD પર 2.80 ટકા વ્યાજ દરનો લાભ આપી રહી છે. જ્યારે 1 વર્ષની FD પર તમને 5.10 થી 5.25 ટકા વ્યાજ દરનો લાભ મળશે. તે જ સમયે, 3 થી 5 વર્ષ સુધીની FD પર ગ્રાહકોને 5.35 ટકાથી 5.60 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
5વર્ષની FD પર ગ્રાહકોને 5.35 ટકાથી 5.60 ટકા વ્યાજનો લાભ મળશે. જ્યારે, 5 વર્ષથી વધુ સમયગાળાની FD પર, ગ્રાહકોને બેંક તરફથી 5.35 ટકાથી 5.60 ટકા વ્યાજનો લાભ આપવામાં આવશે.

