સમગ્ર રાજ્યમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતેથી આ યાત્રાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો છે અને જીલ્લા કક્ષાએ મંત્રી મંડળના સભ્યો સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ યાત્રાનો શુભારંભ થયો છે.
82વંદે ગુજરાત વિકાસ રથ સાથે તા. ૫ થી ૧૯ જુલાઇ-૨૦૨૨ દરમિયાન યોજાનારી આ યાત્રા રાજ્યના 33 જીલ્લાઓ, 8 મહાનગર પાલિકાઓ અને તમામ ગામડા-વોર્ડમાં પરિભ્રમણ કરશે. જે અંતર્ગત રાજ્યભરમાં 2500 થી વધુ કાર્યક્રમો યોજાશે અને 25 હજારથી વધુ નવા વિકાસ કાર્યોની ઘોષણા અને લોકાર્પણ કરાશે.

શું કહ્યું સીએમ એ? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે, સ્વર્ણિમ ગુજરાતથી આત્મનિર્ભર ગુજરાત સુધીની યાત્રા આજથી શરૂ થઈ છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલે આપણને સ્વરાજ અપાવ્યું હતું. સુરાજ માટે પીએમ મોદી અને અમિત શાહ અથાગ પ્રયાસ કરી રહ્યાં છે. નરેન્દ્ર મોદીએ રાજ્યમાં દરેક ક્ષેત્રમાં પાયાથી ઇમારત સુધીના કાર્યો કર્યાં છે.

