મોરબીના શક્તિ પ્લોટ વિસ્તારમાં રહેતા અને આજવીટો મેન્યુફેક્ચરિંગ પ્રા લીના મેનેજર હેમાંગભાઈ સંઘવીને ધરતી ટાવર વિસ્તારમાં આવેલ એચ એમ આંગડીયા પેઢીમાંથી ફોન આવ્યો હતો અને મુંબઈથી એક પાર્ટી દ્વારા રૂ 10,58,900 આવ્યા હોય જે લઇ જવા જણાવતા તેઓ તેમનું એકટીવા લઇ આંગડિયા પેઢીએ ગયા હતા ત્યાંથી તેઓ રૂપિયા લઈ તેના ઘરે જવા નીકળ્યા હતા. પરંતુ દીકરીનો જન્મ દિવસ હોવાથી કેકનો ઓર્ડર અંગે તપાસ કરવા તેમજ ગુલાબજાબુ લેવા શનાળા રોડ પર આવેલ મહાવીર ફરસાણમાં ગયા હતા ત્યાંથી તેઓ daડાયમંડ બેકરી એ ગયા હતા જ્યાંથી પરત ફર્યા કે બાઈકની ડીકી ખુલી જણાતા તેઓએ ચેક કરતા રૂ 10,58,900 જેટલી રોકડ રકમ ગાયબ થઇ ગઈ હતી આટલી મોટી રકમ અચાનક ગાયબ થતા હેમાંગભાઈએ આસપાસના સીસીટીવી તપાસ કરાવતા તેમાં કોઈ વ્યક્તિ દેખાયું ન હતું જે બાદ હેમાંગભાઈ એ ડીવીઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોધાવી હતી

