Sunday, July 7, 2024
HomeBussinessશેર માર્કેટમાં સતત બીજા દિવસે તેજી, આ શેરની રહી ચર્ચા

શેર માર્કેટમાં સતત બીજા દિવસે તેજી, આ શેરની રહી ચર્ચા

એશિયન બજારોમાં સકારાત્મક વલણ વચ્ચે ઇન્ફોસિસ, બજાજ ફિનસર્વ અને ICICI બેન્ક જેવા મોટા શેરોમાં ઉછાળાને પગલે સેન્સેક્સ મંગળવારે શરૂઆતના કારોબારમાં 328 પોઈન્ટ્સ ઉપર ચઢ્યો હતો. આ દરમિયાન 30 શેરો વાળા BSE ઈન્ડેક્સ 328 અંક વધીને 53,562.83 ના સ્તર પર બંધ થયા છે. બીજી તરફ NSE નિફ્ટી 99.7 પોઈન્ટ વધીને 15,935.05 પર હતો.

વધારો ઘટાડો: પાવર ગ્રીડ, બજાજ ફિનસર્વ, ટેક મહિન્દ્રા, એનટીપીસી, ટાટા સ્ટીલ, ઈન્ફોસિસ, આઈસીઆઈસીઆઈ બેંક અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સેન્સેક્સ પેકમાં ટોચના ગેનર્સમાં હતા. ITC અને લાર્સન એન્ડ ટુબ્રોમાં ઘટાડો થયો હતો. અન્ય એશિયન બજારોમાં ટોક્યો, સિઓલ અને હોંગકોંગમાં ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે શાંઘાઈમાં નજીવો ઘટાડો થયો હતો.

આવી અસર: સોમવારે રજાના કારણે યુએસ બજારો બંધ રહ્યા હતા. અગાઉના સત્રમાં સેન્સેક્સ 326.84 પોઈન્ટ અથવા 0.62 ટકા વધીને 53,234.77 પર બંધ થયો હતો. નિફ્ટી 83.30 પોઈન્ટ અથવા 0.53 ટકા વધીને 15,835.35 પર બંધ રહ્યો હતો. દરમિયાન, આંતરરાષ્ટ્રીય તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.01 ટકા ઘટીને $113.49 પ્રતિ બેરલ પર આવી ગયું છે.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,680FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW