HomeNationalઅદાણી CNG ગેસના ભાવમાં રૂ.1.31નો ભાવ વધારો, જાણો નવો ભાવ

અદાણી CNG ગેસના ભાવમાં રૂ.1.31નો ભાવ વધારો, જાણો નવો ભાવ

અઢી મહિના પછી ફરી એકવાર અદાણી CNGના ભાવમાં વધારો ઝીંકાયો છે. ફરી એકવાર CNGના ભાવમાં 1.31 રૂપિયાનો વધારો થતા હવે અમદાવાદમાં ભાવ 83.90 રૂપિયા પહોંચી ગયો છે. અદાણી CNGના ભાવમાં વધારો થતા ફરી એકવાર CNG રિક્ષાચાલકો આ ભાવ વધારાનો વિરોધ કરી શકે છે, અગાઉ ભાડામાં વધારો કરી આપ્યો હોવાથી હાલ વિરોધનું વંટોળ ઉભું થયું નથી.

અઢી મહિના પહેલા થયો હતો વધારો: અઢી મહિના પહેલા તારીખ 16 એપ્રિલના રોજ 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ અમદાવાદમાં સતત CNGના ભાવમાં થયેલા વધારાના કારણે તેની કિંમત અને ડીઝલની કિંમત વચ્ચે માત્ર 8.25 રૂપિયાનો તફાવત બાકી છે. ફરી એકવાર સતત ભાવ વધારો થતો રહ્યો તો એ દિવસ દૂર નથી કે CNG અને ડીઝલના ભાવ સરખા થઈ જશે. જોકે આ ભાવ વધારાથી પરિવહન અતિ મોંઘું બની રહેશે.

મહિનાની માઠી શરૂવાત: મહિનાની શરુઆતમાં જ ભાવમાં વધારો થતા CNGનો ઉપયોગ કરતા વાહનચાલકોની ચિંતામાં વધારો થયો છે, જે ભાવ અગાઉ 82.59 રૂપિયા હતો તેમાં 1.31 રૂપિયાનો વધારો થતાં તે વધીને 83.90 રૂપિયા થઈ ગયો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW