HomeGujaratમોરબીના અંદરણામાં જીવતો વીજ વાયર ભેંસ પર પડ્યો એક નું મોત 7...

મોરબીના અંદરણામાં જીવતો વીજ વાયર ભેંસ પર પડ્યો એક નું મોત 7 ને ઇજા

મોરબી તાલુકાના આંદરણા ગામના માલધારીઓ ભેંસ ચરાવવા ગામની સીમમાં ગયા હતા દરમિયાન.સીમમાં ભેંસ ચરતી હતી ત્યારે જીવંત વીજ વાયર તૂટી ભેંસ પર પડ્યો હતો.આ બનાવમાં એક ભેંસનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. જ્યારે 7 જેટલી ભેંસો ઈજા પામી હતી.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આંદરણા ગામના રહેવાસી રાજુભાઈ, ગોપાલભાઈ અને ખોડાભાઈ સહિતના માલધારીઓ પોતાના પશુધનને ચરાવવા માટે ગામની સીમમાં આવ્યા હોય ત્યારે તળાવના કાંઠે સમલી ગામ જવાના રસ્તા પાસે ભેંસો ચરતી હોય ત્યારે જીવંત વીજ વાયર તૂટી પડતા ભેંસોને વીજ કરંટ લાગ્યા હોવાનું માલધારીએ જણાવ્યું હતું જે બનાવમાં એક ભેંસનું તુરંત મોત થયું હતું તો એક ભેંસની હાલત ગંભીર છે જયારે અન્ય ભેંસને પણ ઈજા પહોંચતા હાલ સારવાર આપવામાં આવી રહી છે

વીજ વાયર પડવાની જાણ થતાં પીજીવીસીએલ અને પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બનાવની વધુ તપાસ હાથ ધરી હતી તો વીજ વાયર તૂટી પડતા ભેંસોના મોતથી માલધારી પરિવારમાં રોષ ભભૂક્યો છે અને માલધારી પરિવારની આજીવિકાનું સાધન છીનવાઈ જતા પરિવાર લાચાર સ્થિતિમાં મુકાયો છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW