HomeGujaratમેઘાને મનાવવા વેપારીઓની સાત કિલોમીટર પદયાત્રા, સોમનાથ મહાદેવને કરી પ્રાર્થના

મેઘાને મનાવવા વેપારીઓની સાત કિલોમીટર પદયાત્રા, સોમનાથ મહાદેવને કરી પ્રાર્થના

વેરાવળ વખારીયા બજારના વેપારીઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ મેઘરાજાને રીઝવવા માટે ડીજેના સંગાથે રામધુન બોલતા બોલતા સાત કીમીની પદયાત્રા કરી સોમનાથ પહોંચ્યા હતા. જ્યાં મહાદેવને શીશ ઝુકાવી પૂજા-અર્ચના કરી મેઘરાજને જરૂરિયાત મુજબનું હેત વરસાવવા પ્રાર્થના કરી હતી. આ પદયાત્રામાં મોટી સંખ્યમાં વેપારીઓ સ્વયંભુ જોડાયેલ હતા.

જથ્થાબંધ કીરાણા એસો.ના પ્રમુખ અશોકભાઇ ગદાએ જણાવેલ કે, વેરાવળ વખારીયા બજારના જથ્થાબંધ અનાજ કિરાણા વેપારી એસો. મંડળ તથા અન્ય વેપારી મિત્રો છેલ્લા 22 વર્ષથી અવિરત મેઘરાજાને મનાવવા માટે વેરાવળ વખારિયા બજારથી સોમનાથ મંદિર સુધીની પદયાત્રા કરી જાય છે. જે મુજબ આજે અષાઢી બીજના પાવન દિવસે સાંજે વખારીયા બજારમાં આવેલ સુરજ કુંડ મંદિર ખાતેથી પદયાત્રાનો પ્રારંભ કરી ડીજેના સંગાથે રામધુન બોલતા નીકળેલ હતા. રસ્તામાં આવતા શ્રીકૃષ્ણના ભાલકા મંદિર, ભીડભંજન સહીતના મંદિરોએ વેપારીઓએ દર્શન કરી સોમનાથ દર્શને પહોંચ્યાં હતાં. જયાં વેપારીઓએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી પૂજા અર્ચના કરી મેઘરાજા મન મુકીને વરસે તે માટે પ્રાર્થના કરી હતી.

આ પદયાત્રામાં ડીજેના સંગાથે રામધુન બોલતા નીકળેલ જેમાં વખારીયા બજારના વેપારીઓએ આજે બપોર પછી વેપાર ધંધા બંધ રાખી બ્હોળી સંખ્યામાં દરેક સમાજના વેપારી મિત્રો મોટી સંખ્યામાં જોડાયેલ હતા. તો પદયાત્રાનું પ્રભાસપાટણમાં વેપારીઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતુ. દર વર્ષે વેપારીઓની પ્રાર્થના બાદ મેઘરાજા હેત વરસાવતા આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW