અમદાવાદ: ગુજરાતમાં NSUIના નવનિયુક્ત પ્રમુખ પદગ્રહણ કરે તે પહેલા જ ભડકો થયો છે. આજે પ્રમુખ તરીકે નરેન્દ્ર સોલંકી ચાર્જ સભળે તે પહેલાં 300 હોદ્દેદારોએ રાજીનામાની ચીમકી આપતા ચકચાર મચી ગઈ છે.
આક્ષેપો: ગુજરાત NSUIના મહામંત્રી પાર્થ દેસાઈએ પ્રભારી રઘુ શર્મા પર કર્યા ગંભીર આરોપ લગાવ્યા છે. પાર્થ દેસાઈએ કહ્યું કે, મોટા નેતાઓની જૂથબંધીનો શિકાર NSUI બની રહ્યું છે. કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા પદનો વેપાર કરતા હોવાનો પણ દેસાઈએ આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, નેતાઓ પદ માટે મોટી બોલી લગાવે છે. સિનિયરને સાઈડમાં રાખીને જુનિયરને પ્રમુખ બનાવવામાં આવ્યા છે. ગુજરાત અને અમદાવાદ NSUIના 300 હોદ્દેદારો આજે રાજીનામું આપશે તેવું પાર્થ દેસાઈએ કહ્યું હતું

