દવાઓ બનાવવા માટેની બલ્ક ડ્રગના ભાવમાં વધારો થતાં તથા બલ્ક ડ્રગ મોકલવા માટેના કન્ટેઈનર્સના ફ્રેઈટ-નૂર દરમાં વધારો થઈ જતાં ભારતની ફાર્મા ઇન્ડસ્ટ્રીઝની કંપનીઓના ગણિતો ખોરવાઈ રહ્યા છે. તેને પરિણામે કેટલીક કંપનીઓનએ તેમના વિસ્તરણના આયોજનો અભેરાઈએ ચઢાવી દેવાની ફરજ પડી રહી છે.
પેકિંગ સામગ્રીમાં પણ ભાવ વધારો: વળી પેકેજિંગ મટિરિયલના ભાવમાં પણ 75થી 100 ટકાનો વધારો થઈ જતાં ફાર્મા કંપનીઓની સ્પર્ધાત્મકતા પણ અવળી અસર પડી રહી છે. તેની સીધી અસર ભારતમાંથી નિકાસકરવામાં આવતી જેનરિક દવાની નિકાસ પર પડી શકે છે. પેટન્ટનો સમય વીતી ગયો હોય તેવી જેનરિક દવાઓ તૈયાર કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં મૂકીને કમાણી કરવામાં ભારત અને ગુજરાતના ફાર્મા ઉદ્યોગની માસ્ટરી છે.

ભારતની દવા સસ્તી: ભારતની જેનરિક દવાઓ અન્ય દેશની દવાઓ કરતાં સસ્તી હોવાથી વિશ્વના બજારમાં ભારતની જેનરિક દવાઓની ખપત વધારે છે. દવાઓ બનાવવા માટેના કાચા માલના ભાવમાં 140થી 150ટકાનો વધારો આવી જતાં ફાર્મા ઉદ્યોગની હાલત કફોડી
ચીન પર આધાર: અત્યારે ભારતના ફાર્મા ઇન્ડસ્ટ્રીઝના ઉત્પાદકો 70 ટકા એપીઆઈ માટે ચીન પર નિર્ભર છે. હવે એપીઆઈના ભાવ 12થી 18 મહિનાઓમાં 140થી 150 ટકા વધી ગયા છે. તેમાંય ખાસ કરીને તાવની દવા માટે વપરાતા બલ્ક ડ્રગ અને પેઈન રિલીફ માટેની દવા બનાવવા માટેના બલ્કડ્રગને ભાવમાં 130 ટકા સુધીનો વધારો થઈ ગયો છે.
માંગ વધી: કોરોના કાળથી આ દવાઓની ડીમાન્ડ વધી જતાં તેના રૉ મયિરિયલના ભાવમાં પણ 130ટકા સુધીનો વધારો આવી ગયો છે. જીવનરક્ષક દવાઓ બનાવવા માટેના કાચા માલના ભાવમાં 120 ટકાનો વધારો આવી ગયો છે. ચીન પર નિર્ભરતા વધારે હોવાથી પણ ચીન આ ભાવ વધારો કરીને ફાર્મા ઉદ્યોગોના ગણિતોને ખોરવી નાખવા માટે કુખ્યાત જ છે.

