રાજકોટ ડીવિઝનમાંથી અલગ અલગ રાજ્યમાં જતી સુપર ફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરોની સુવિધામાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે જે અંતર્ગત રાજકોટ ડિવિઝનની પાંચ જોડી ટ્રેનોમાં કાયમી ધોરણે એક વધારાનો ફર્સ્ટ એસી કોચનો ઉમેરો કરવામાં આવશે રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ ના જણાવ્યા મુજબ
- ટ્રેન નંબર 22905/22906 ઓખા – શાલીમાર સુપર ફાસ્ટ એક્સપ્રેસ માં 03.07.2022 થી ઓખા થી અને 05.07.2022 થી શાલીમારથી ઓખા
- ટ્રેન નંબર 22969/22970 ઓખા – વારાણસી સુપર ફાસ્ટ એક્સપ્રેસ માં 07.07.2022 થી ઓખા થી અને 09.07.2022 થી વારાણસીથી.ઓખા
- ટ્રેન નં. 19573/19574 ઓખા-જયપુર એક્સપ્રેસમાં 04.07.2022થી ઓખાથી અને 05.07.2022થી જયપુરથી.ઓખા
- ટ્રેન નંબર 22937/22938 રાજકોટ – રીવા સુપર ફાસ્ટ એક્સપ્રેસમાં 03.07.2022 થી રાજકોટ થી અને 04.07.2022 થી રીવા થી રાજકોટ
- ટ્રેન નંબર 20913/20914 રાજકોટ-દિલ્હી સરાય રોહિલ્લા સુપર ફાસ્ટ એક્સપ્રેસ માં 07.07.2022 થી રાજકોટથી અને 08.07.2022 થી દિલ્હી સરાય રોહિલ્લાથી

