કચ્છ જિલ્લાનાં મુખ્ય પોર્ટ એવા કંડલાઅને મુંદ્રા પોર્ટમાં મોટી સંખ્યામાં કન્ટેનરમાં માલની અવન જાવન થાય છે અને ઘણા બધા કન્ટેનર સમયાંતરે બિન ઉપયોગી હોવાથી સાઈડલાઈન કરી દેવતા હોય છે. આવા કન્ટેનરની ચોરી કરી તેને મોરબી લાવી ગેરકાયદે કાપી ભંગાર કરી વેચાણ કરતો હોવાની કૌભાંડ પોલીસે પકડી પાડ્યું હતું. આ બનાવમાં એલસીબી ટીમ મોરબી –અમરેલી રોડ ઉપર આવેલ મહાકાળી માતાજીની ડેરી પાસે જાહેર જગ્યામાં વેચતા રવિ વિનોદભાઇ પંસારા, રહે. વીસીપરા મેઇન રોડ, મોરબી, નકુલ કરશનભાઇ મંદરીયા, ભીમસર, વેજીટેબલ રોડ, મોરબી, મહેન્દ્ર ભરતભાઇ સોલંકી, રહે. શોભેશ્વરરોડ, કુબેર ટોકિઝ પાછળ મોરબી અને ફિરોજ રહીમભાઇ મમાણી, રહે.સુરેન્દ્રનગર, બસ સ્ટેન્ડ પાછળ, ખાટકીવાસ વાળા કન્ટેનર કાપતા રંગે હાથ ઝડપી લીધા હતા.
આરોપીઓ પાસેથી એલસીબીની ટીમે વધુમાં એલસીબી ટીમે બનાવ સ્થળેથી કેનકોર કંપનીનાં કન્ટેનર નંગ-4 કિંમત રૂપિયા 10 લાખ, કન્ટેનર કટીંગનો લોખંડનો ભંગાર અંદાજીત વજન 8370 કિલોગ્રામ કિંમત રૂપિયા 2,92,950, ગેસના નાના મોટા સીલેન્ડર નંગ -24 કિંમત રૂપિયા 69000, ગેસ કટર ગન પાઇપ સાથે નંગ-3 કિમત રૂ.6000 તેમજ મોબાઇલ ફોન નંગ-3 કિંમત રૂપિયા 15000 સહિત કુલ 13,82,950નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

