છેલ્લા 6 દિવસથી મહારાષ્ટ્રમાં હાઇવોલ્ટેજ રાજ્કીય ડ્રામા હવે ચરમસીમાએ પહોંચ્યો છે. જેમાં મહાવિકાસ અઘાડી સરકાર હવે ભારે સંકટમાં મુકાઇ છે. જેમા શિવસેના રાજ્યમંત્રી એકનાથે શિંદે પક્ષથી બળવો કરી પોતાના સાથે શિવસેના 46 બળવાખોર ધારાસભ્ય હોવાના દાવો કરવામાં આવ્યો છે. જેને લઇ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્રવઠાકરેની ખુરશી હાલકડોલક જોવા મળી રહી છે.
આવી છે માંગ: એકનાથે શિંદેની માગ છે કે શિવસેના ભાજપ સાથે ગઠબંધન કરે અમે બાબાસાહેબ ઠાકરેના સૈનિક છે અને હિદુત્વ નહી છોડીએ આ દરમિયાન, એવા સમાચાર છે કે ભાજપ પણ રાજ્યમાં સરકાર બનાવવા માટે સક્રિય જોવા મળી રહી છે ગતરોજ વડોદરા ખાતે મહારષ્ટ્ર પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ નેતા એકનાથ શિંદે અને ગૃહમંત્રી અમિતશાહની બંધબારણે એક બેઠક મળી હતી.

આસામના મંત્રી પણ મુલાકાતે આવ્યા: હવે એવા અહેવાલ છે કે શનિવારે મોડી રાત્રે આસામના મંત્રી અશોક સિંઘલ પણ શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને મળવા માટે ગુવાહાટીની રેડિસન બ્લુ હોટલ પહોંચ્યા હતા.
અસલી શિવસેના વિવાદ: અસલી શિવસેનાને લઈને પણ વિવાદ ઉભો થયો છે. શિંદે જૂથ વતી બાળાસાહેબના નામે અલગ પાર્ટીનો રચના કરવામાં આવશે જે મામલો ચૂંટણી પંચ સુધી પહોંચી શકે છે

