માળિયા તાલુકાના બગસરા ગામમા વીજ ફોલ્ટ રીપેરીંગ માટે કલ્પેશ મનજીભાઈ પાંડવ નામના વીજ કમર્ચારીઓ ગયા હતા ગામમાં એક ટ્રાન્સફોર્મર ખરાબ થયેલ હોવાથી તેનું રીપેરીંગ કરતા હતા. જોકે આ કામગીરીમાં સમય વધારે લાગયો હતો અને આ દરમિયાન તેઓની શિફ્ટ પૂર્ણ થઇ જતા તેઓના બદલે બીજો સ્ટાફ આવવાનો હોવાથી તેઓ નીચે ઉતરી સામાન ભેગો કરતા હતા તે દ્ર્મ્યાના ગામના સુધીર વલ્લભ કોળી તેમજ પપુ જેરામ કોલી આવી પહોચ્યા હતા અને કામ પૂરું કરીને જાઓ તેમ કહી ધમકાવવા લાગ્યા હતા જોકે કલ્પેશભાઈએ બીજા કર્મચારીઓ આવીને રીપેર કરી જશે તેવી વાત કરી હતી જોકે આરોપીઓ તેમને વીજ કર્મીને જ ધાક ધમકી આપવાનું શરુ કરી દીધું હતું અને તેઓને ફડાકા મારી દીધા હતા બનાવ અંગે કલ્પેશભાઈએ માળિયા પોલીસ મથકમાં બન્ને શખ્સ વિરુદ્ધ ગુન્હો ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે માળિયા પોલીસે બન્ને શખ્સને ઝડપી લીધા અને તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

