મોરબીના મહેન્દ્રનગર પ્રવેશોત્સવમાં હાજરી આપવા આવેલા કોંગ્રેસના નેતાને કડવો અનુભવ થયો છે. કોંગ્રેસના અગ્રણી મુકેશ ગામી અહીંની એક શાળામાં પ્રવેશ કરે તે પહેલાં ગેટ બહાર અટકાયત કરી લેવામાં આવી હતી.
જોકે, તેમણે જણાવ્યું કે, કોઈ વિરોધ કરવા આવ્યા નથી માત્ર કાર્યક્રમ માણવા આવ્યા છે. તેમ છતાં પોલીસ વાનમાં પરાણે બેસાડી દેવાયા અને અટકાયત કરાઈ છે. આ મામલે મોરબી કોંગ્રેસે રોષ વ્યક્ત કરી આ પગલાંને વખોડી કાઢ્યો છે.

