વડોદરા શહેરના કપુરાઇ બ્રિજની પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક અજાણ્યા વાહનની ટક્કરે વાઘોડિયાના રવાલ ગામના આધેડ દંપતીનું કરૂણ મોત થયું હતું.
પોલીસ ફરિયાદ: સમગ્ર મામલે મૃતકના ભાઈએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આવું બન્યું: 23 જૂનના રોજ બપોરના આશરે સાડા ત્રણ વાગ્યે મોટાભાઈ મણી લાલભાઈ ઉર્ફે મનુભાઈ ભગવાનભાઈ ગોહિલ (50) મારા દીકરા બીપિનના ઘરે છોકરાનો જન્મ થયો હોવાથી તેને જોવા માટે આવવાના હોવાથી તેઓ પોતાના પત્ની સીતાબેન (51) સાથે બાઈક પર બેસીને ઘરેથી પાદરા ખાતે ચાંદીનું કડુ લેવા માટે જતા હતા.

વડોદરા નેશનલ હાઈવે નંબર 48 પર અમદાવાદતી સુરત જવાના રોડ ઉપર કપુરાઈ બ્રિજથી થોડે આગળ આવતા રેલવે બ્રિજ ઉપર પોણા પાંચ વાગ્યાની આસપાસ કોઈ અજાણ્યા વાહને બાઈકને અડફેટે લેતા મણિભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પત્ની સીતાબેનને ગંભીર ઈજા થતાં સારવાર માટે 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું પણ મોત નીપજ્યું હતું.

