HomeGujaratએન્ટી ડમ્પિંગ ડ્યુટી,GST મુદેસિરામિક હોદેદારો કેન્દ્રીય મંત્રીને મળ્યા

એન્ટી ડમ્પિંગ ડ્યુટી,GST મુદેસિરામિક હોદેદારો કેન્દ્રીય મંત્રીને મળ્યા

સિરામીક ટાઇલ્સ અને અન્ય પ્રોડક્ટ ઉપર જીએસટી તેમજ વિદેશ માં એક્એસપોર્ન્ટીટ થતા માલ માં લાગતી એન્ટી ડંપિંગ ડ્યુટી પ્રશ્ને સાંસદ મોહનભાઇ કુંડારિયા દ્વારા કરવામાં આવેલી રજૂઆતને કેન્દ્ર સરકાર દ્વારા ગંભીર નોંધ લઈ હકારાત્મક ઉકેલની ખાતરી આપવામાં આવી છે. સીરામીક ટાઈલ્સ ઉપર જીસીસીના દેશોમા ચાલી રહેલ એન્ટીડંમ્પીંગ ડ્યુટીના પ્રશ્ન મુદ્દે સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા ઉદ્યોગ ભવન દિલ્હી ખાતે મિનીસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ વિભાગના મંત્રી પિયુષ ગોયેલને રજુઆત કરવામા આવેલ જેમા મીડિટર્મ રીવ્યુ અને ન્યુ શીપર કંપનીઓ માટે સાઉદી અરેબીયા દ્વારા ઝડપથી પ્રક્રીયા હાથ ધરવામા આવે તેમજ મોરબી સીરામીક એસોસીએસનને એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ફાળવવામા આવે તે બાબતે રજુઆતો કરવામા આવી હતી.મોરબી સીરામીક એસોસીએસનના સેનેટરી ડીવીઝનના પ્રમુખ કિરીટભાઈ પટેલ, કમીટી મેમ્બર ગૌતમભાઈ તેમજ પરેશભાઈ દ્વારા આ સંદર્ભે વિગતવાર રજુઆત કરવામાં આવતા સરકાર દ્વારા યોગ્ય હકારાત્મક ઉકેલની ખાતરી આપવામાં આવેલ હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW