પીએમ અને સીએમના કાર્યક્રમમાં લોકોને લાવવા અને લઇ જવા માટે એસટી વિભાગની કુલ-77 બસો દોડાવવામાં આવી હતી. આથી એસટી નગરના ડેપોને રૂપિયા 28.26 લાખની કાગળ પર આવક થઇ છે. એવું ગાંધીનગરના રિપોર્ટમાંથી સામે આવ્યું છે.
આ ભાડુ આઇસીડીએસ, ગ્રામ વિકાસ, રમત ગમત અને જેટકો પાસેથી વસુલવામાં આવશે. વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમો યોજાયા હતા. તેમાં લોકોને લાવવા અને લઇ જવા જુદા જુદા ડેપોની એસ ટી બસને રવાના કરવામાં આવી હતી

14 લખની આવક: નિગમના તમામ ડેપોમાંથી બસને દોડાવવાઈ હતી. તેમાં ગાંધીનગર ડેપોની બસનો પણ ઉપયોગ થયો હતો. જેમાં વડાપ્રધાન મોદીનો નવસારી ખાતે ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમાં ડેપોમાંથી 31 બસોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આથી ડેપોને રૂપિયા 14.08 લાખની આવક થઇ છે. તેજ રીતે વડોદરા ખાતે આઇસીડીએસના યોજાયેલા વડાપ્રધાનના કાર્યક્રમમાં નગરના ડેપોની 32 બસોને દોડાવી હતી.
વસુલાત થશે: આથી ડેપોને રૂપિયા 12 લાખની આવક થઇ છે. આથી નવસારી ખાતેના કાર્યક્રમમાં દોડાવવામાં આવેલી બસોના ભાડાની રકમ ગ્રામ વિકાસ વિભાગ પાસેથી લેવામાં આવશે. તેજ રીતે વડોદરા ખાતેના કાર્યક્રમનું ભાડુ રૂપિયા 12 લાખ આઇસીડીએસ પાસેથી વસુલાશે.

