HomeNationalચીન બાદ નેપાળ વિફર્યું: જમીન પર કર્યો કબજો

ચીન બાદ નેપાળ વિફર્યું: જમીન પર કર્યો કબજો

ઉત્તરાખંડના ચંપાવતમાં ભારત-નેપાળ બોર્ડર પર નેપાળે ભારતની પાંચ હેક્ટર જમીન પર અતિક્રમણ કર્યું છે. સશસ્ત્ર સીમા બળના એક અધિકારીએ આ જાણાકારી આપતાં કહ્યું કે બળે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આ સંબંધમાં રિપોર્ટ મોકલ્યો છે.

વન વિભાગનું સમર્થન: બીજી તરફ વન વિભાગે પણ નેપાળના અતિક્રમણને લઇને રિપોર્ટ મોકલ્યો છે. વન વિભાગના અનુસાર ગત ત્રણ દાયકાથી આ જમીન પર કરવામા6 આવેલા અતિક્રમણ હેઠળ પાક્કા નિર્માણ સાથે સાથે અસ્થાયી ઝૂંપડીઓ અને દુકાનો પણ બનાવી લેવામાં આવી છે.

શું કહે છે સૈન્ય અધિકારી; સીમા સશસ્ત્ર બળના આસિસ્ટન્ટ કમાંડેંટ અભિનવ તોમરે ભારતની ભૂમિ પર નેપાળને લઇને કહ્યું કે આ તાજેતરમાં જ કરવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે નેપાળના અતિક્રમણનો રિપોર્ટ ઉચ્ચ સ્તર પર મોકલવામાં આવ્યો છે. હવે સર્વે ઓફ ઇન્ડીયા અને સર્વે ઓફ નેપાળની ટીમોમાં જ સર્વે કરી વસ્તુસ્થિતિ નષ્ટ કરશે.

3 દાયકા પહેલા: શારદા રેંજને અડીને આવેલી ભારત-નેપાળના શારદા ટાપૂ સહિત બ્રહ્મદેવમાં ઘણી જગ્યાઓ પર નેપાળ તરફથી 30 વર્ષોથી અતિક્રમણ કરવામાં આવી રહ્યું છે. ટનકપુરના રેંજર મહેશ બિષ્ટે જણાવ્યું કે સીમાને અડીને આવેલ વન ક્ષેત્રમાં લગભગ 5 હેક્ટર જમીન પર નેપાળનું અતિક્રમણ છે. બિષ્ટે જણાવ્યું કે અતિક્રમણવાળી જગ્યા પર નેપાળના પાકા મકાનોની સાથે અસ્થાયી ઝૂંપડીઓ અને દુકાનો બનાવવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW