જામનગરમાં છેલ્લા 15 દિવસમાં શાકભાજીના ભાવમાં કિલોએ રૂ.15 થી 40 નો વધારો થયો છે. કારણકે હાલ ઉનાળો પૂર્ણ થવાને આરે છે અને ચોમાસાની શરૂઆત થઈ રહી છે જેને કારણે શાકભાજીની આવક ઓછી થઈ છે. જામનગરમાં શાકભાજી અલગ-અલગ શહેર તથા રાજ્યોમાંથી પણ આવી રહ્યા છે.ત્યારે પેટ્રોલના ભાવ જેટલી ગતિથી વધ્યા તેની સામે ઘટ્યા નથી, જેના કારણે ટ્રાન્સપોર્ટેશન સરેરાશ મોંધુ બન્યું છે.

ટામેટાના ભાવ વધ્યા: ચાલુ વર્ષે ટામેટા લીંબુંના ભાવે આસમાને પહોંચ્યા હતા જે થોડા સમયમાં ઘટી ગયા હતા. પરંતુ ફરી એકવાર ટામેટાના ભાવમાં કિલોએ રૂ 30 થી 50 નો વધારો થયો છે. 15 દિવસ પહેલા ટમેટાના બજારમાં રૂ. 40થી 50 કિલો વેચાતા હતા જ્યારે હવે રૂ. 70થી 80ના કિલો વેચાઇ રહ્યા છે. જ્યારે કોથમીરના ભાવમાં પણ કિલોએ રૂ.50નો વધારો થયો છે.
શું કહે છે વેપારીઓ: ઉનાળમાં સામાન્ય રીતે શાકભાજીની આવક પણ ઓછી થાય છે. ત્યારે દર વર્ષ ભાવમાં વધારો થાય છે. ત્યારે ચાલુ વર્ષ પણ શાકભાજીની આવક ઓછી થઈ છે. પરતું ગત વર્ષના ભાવ વધારાની સરખામણીએ ચાલુ વર્ષ 5 થી 10 ટકાનો ભાવ વધારો થયો છે.

