HomeGujaratમોરબી: ઉચી માંડલમાં મોબાઈલ શોપની લુંટની ઘટનામાં M.P.ના બન્ને શખ્સ ઝડપાયા,હથીયાર પણ...

મોરબી: ઉચી માંડલમાં મોબાઈલ શોપની લુંટની ઘટનામાં M.P.ના બન્ને શખ્સ ઝડપાયા,હથીયાર પણ જપ્ત

મોરબી હળવદ રોડ પર આવેલ ઉચી માંડલ ગામમા આવેલ મોબાઈલ શોપમાં બુધવારે સાંજે 4 વાગ્યાની આસપાસ 2 શખસ મોબાઈલમાં ગ્લાસ નાખવાના બહાને આવ્યા હતા બાદમાં દુકાનદાર સામે બંધુક તાકી તેની પાસે જેટલી પણ રોકડ રકમ હોય તે આપી દેવા ધમકાવ્યા હતા. બાદમાં આરોપીએ રૂ ૨૫ હજાર જેટલી રોકડ રકમની લુટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા મોરબી તાલુકા પોલીસ એલસીબી એસઓજી સહીતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને દુકાન તેમજ આસ પાસ વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીની શોધખોળ હાથ ધરી હતી દરમિયાન આરોપી ઊચી માંડલ ગામ પાસે આવેલ સીમની જાળીઓમાં છુયાપા હોવાની બાતમી મળી હતી બાતમી આધારે પોલીસે તમાંમ વિસ્તાર કોર્ડન કર્યો હતો અને આરોપીની શોધખોળ હાથ ધરી હતી. અને જાળીઝાખરા વિસ્તારમાંથી બન્ને શખ્સની ઝડપી લેવામાં આવ્યા હતા પ્રથમિક તપાસમાં આરોપી અરુણ ચંદ્રકાંત ચંદેલને ઝડપી લીધો હતો. તેમજ બીજા આરોપીની હજુ ઓળખ સામે આવી નથી બન્ને શખ્સ એમપીના હોવાનું અને અહી એક ફેક્ટરીમાં મજુરી કરવા આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે

આરોપીઓએ લુટ માટે અગાઉથી જ કાવતરું કર્યું હતું અને તેના માટે મોરબીના નેશનલ હાઈવે પર કુબેર ચોકડી નજીક ગેરેજ સામે પાર્પાક કરેલ એક બાઈકની ચોરી કરી હતી અને તે બાઈક આ લુટની ઘટનામાં વાપરી હોવાનું પણ સામે આવ્યું છે આ ઉપરાંત આરોપીઓ બંધુક પણ ગેરકાયદે લીધી હોવાનું સામે આવ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,350SubscribersSubscribe

TRENDING NOW