નોકરી કરનારા લોકો અઠવાડિયામાં એક રજા લેવા માટે પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરતા હોય છે, ત્યારે બોસ પાસેથી એક દિવસની પણ રજા માંગવા જાઓ છો તો ડરી ડરીને જવું પડે છે. જોકે હવે એક કંપનીએ પોતાની પોલિસીમાં બદલાવ કર્યો છે અને પોતાના કર્મચારીઓ માટે લાંબી રજાઓ આપવાની તૈયારી કરી છે.
આખા વર્ષની રજા: કંપની પોતાના કર્મચારીઓને એક-બે નહીં પરંતુ 365 દિવસની પેઈડ રજાઓ ઓફર કરી રહી છે. લોકોને કંપનીની પોલીસી પર વિશ્વાસ થવો મુશ્કેલ છે, પરંતુ આ સાચું છે. મીશો નામની કંપની હવે પોતાના કર્મચારીઓ માટે આખા વર્ષ માટેની પેઈડ પોલીસી લઈને આવી છે.

કઈ કંપની: મીશોએ પોતાના કર્મચારીઓ માટે MeeCARE નામથી એક નવી પોલિસી લોન્ચ કરી છે. આ પોલિસી અંતર્ગત કર્મચારી એક વર્ષ અથવા 365 દિવસોની પેઈડ લીવનો ફાયદો ઉઠાવી શકે છે. આ રજાઓ મેડિકલ સિવાય નોન મેડિકલ કારણોથી પણ લઈ શકાય છે. રિપોર્ટ મુજબ કર્મચારી પોતાના જુનૂનને આગળ વધારવા માટે પણ સમય કાઢી શકે છે.

વાચો પોલિસી
*પોતાની બીમારીના કારણે રજા લેવામાં આવે છે તો કંપની દ્વારા આખો પગાર આપવામાં આવશે.
*જો પરિવારના કોઈ સભ્યની બીમારીના કારણે રજા લેવામાં આવે છે તો, તેમને ત્રણ મહિનાની અવધિ માટે 25% વળતર મળશે.
*ભવિષ્ય નિધિ, વીમા વગેરે જેવા લાભ આપવામાં આવશે
*જો રજા બિન-તબીબી હેતુઓ માટે લેવામાં આવે છે તો કોઈ પગાર નહીં ચૂકવવામાં આવશે.

