HomeGujaratમોરબી: ફેસબુકમાં ફેક આઈડી બનાવી યુવતીનો વિડીયો ફેસબુકમાં વાયરલ કર્યો,આરોપી ઝડપાયો

મોરબી: ફેસબુકમાં ફેક આઈડી બનાવી યુવતીનો વિડીયો ફેસબુકમાં વાયરલ કર્યો,આરોપી ઝડપાયો

મોરબી નજીક આવેલ એક ગ્રામ્ય વિસ્તારની એક યુવતીના નામનું એક અજાણ્યા શખ્સે ફેસબુકમાં ફેક આઈડી બનાવ્યું હતું અને તેમાં યુવતીનો વિડીયો અપલોડ કર્યો હતો અને યુવતીને બદનામ કરવાનું કૃત્ય કર્યું હતું આ અંગે યુવતીને જાણ થતા તેણે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. ફરિયાદ આધારે પોલીસે આરોપીને ગણતરીની કલાકોમાં દબોચી લીધો હતો

બનાવની પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક યુવતીનું અજાણ્યા શખ્સે ફેસબુક આઈડી બનાવ્યું હતું ને તેમાં વિડીયો તેમાં અપલોડ કર્યો હતો આ અંગે યુવતીને જાણ થતા તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને આં અંગે યુવતીએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે એસપી રાહુલ ત્રિપાઠીની સુચનાથી એલસીબી પીઆઈ એમ આર ગોઢાણીયા અને સ્ટાફે અલગ અલગ ટીમ બનાવી આરોપીની શોધખોળ કરી હતી દરમિયાન ટેકનીકલ ટીમની મદદ પણ લીધી હતી અને તેના આધારે મોરબી એલસીબીની ટીમે ગણતરીની કલાકમાં પ્રકાશ ધનજી ભાઈ પારેચા નામના આરોપીને દબોચી લીધો હતો અને તેની પાસેથી એક મોબાઈલ પણ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW