HomeGujaratઅદાણી ફાઉન્ડેશનના નેતૃત્વમાં ગુજરાતની 75 ઐતિહાસિક ધરોહરોને આવરી લેતી યોગ યાત્રાનું આયોજન

અદાણી ફાઉન્ડેશનના નેતૃત્વમાં ગુજરાતની 75 ઐતિહાસિક ધરોહરોને આવરી લેતી યોગ યાત્રાનું આયોજન

ભારત દેશની સ્વતંત્રતાના ૭૫માં વર્ષની આઝાદી કા અમૃત મહોત્સવ શિર્ષક અંતર્ગત દેશભરમાં થઇ રહેલી ઉજવણીમાં સામેલ થવાની નેમ સાથે અદાણી ફાઉન્ડેશને રાજ્યમાં યોગ યાત્રાનું આયોજન કર્યું છે. આ યાત્રા ગુજરાતભરમાં આવેલાપુરાતત્વીયસ્થળો, પૂરાતનનાઅજોડવારસાનીસીમાચિન્હરૂપ ઐતિહાસિક ધરોહરો અને પ્રવાસન મથકો મળી ૭૫ સ્થળોને સાંકળી લેશે.ગુજરાતનાસમૃદ્ધઅનેજીવંતસાંસ્કૃતિકવારસાનેપ્રતિબિંબિતકરવાનાધ્યેયથીપસંદકરવામાંઆવેલા ગુજરાતના આ૭૫સ્થળોમાંનાપ્રત્યેકસ્થળોસાથેએકયાદગારઇતિહાસજોડાયેલો છેઅનેઆપૈકીનાઅનેકઆદરણીયધર્મસ્થળોછે.

  ગુજરાતનીપારંપારિકઅદભૂતસંસ્કૃતિ, ઈતિહાસ, બેનમૂનસ્થાપત્યનીઅજાયબીઓ, પ્રાકૃતિકઈકો-સિસ્ટમ અને વૈવિધ્યસભર ભૂગોળની પૃષ્ઠભૂમિમાં યોગના ફાયદાઓ દર્શાવતી માટે રાજ્યભરમાં યોગ પ્રદર્શનોનું ટૂંકી ફિલ્મોના રૂપમાં દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. આ સામગ્રી દર્શકો માટે વિવિધ ઓનલાઈન અને બ્રોડકાસ્ટ પ્લેટફોર્મ પર સરળતાથી નિહાળી શકાય તેવા ફોર્મેટમાં ઉપલબ્ધ છે. વ્યાપક જનજાગૃતિ ઉભી કરવા, ગુજરાતના અણમોલ સૌંદર્યના પ્રચાર-પ્રસાર કરવા વિવિધ યોગમુદ્રાઓ સાથે જાણીતા સંગીત નિર્દેશક સચીન-જીગરે સ્વરાંકન કરેલ અને મશહૂર ગાયક શંકરમહાદેવને ગાયેલ ‘યોગકરો” ગીતનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ગીતમાં પ્રસ્તુત કરવામાં આવેલા આસનો ઘટકો કે મુદ્રાઓને ચોક્કસ સ્થળ જેવાકે ગિરજંગલનાસિંહાસન, વૃક્ષાસન, મયુરાસન સાથે સાંકળી લેવામાં આવી છે.

“આ યોગ યાત્રાનો દરેક એપિસોડ દર્શકો અને યોગ ઉત્સાહીઓને રાજ્યના સૌથી નોંધપાત્ર સ્થળો અને યોગની પ્રેક્ટિસના અસંખ્ય પાસાઓની ધ્યાનાકર્ષક સફરે લઈ જઈને ગુજરાતની નયનરમ્ય સુંદરતા અને ભાતીગળ ભવ્યતાને ઉજાગર કરે છે’’. એમ જણાવી અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડો.શ્રીમતી પ્રીતી અદાણીએ કહયું છે કે “આપણે શું હતા અને આપણે કેવા હોવું જોઈએ તે શોધવા માટે આપણા પ્રાચીન મૂળ અને સાંસ્કૃતિક વારસાને જાણી,તેની અનુભૂતિ કરીને તેની સાથે આપણી જાતને જોડવી અતિમહત્વપૂર્ણ છે. યોગ એવિશ્વને ભારતની ભેટ છે. તે માત્ર તંદુરસ્તીનો જ માર્ગ નથી, પરંતુ અટકાયતી સ્વાસ્થય સંભાળ અને સર્વગ્રાહી સુખાકારી તરફની સફર છે.”

ભારત સરકારે આઝાદીના 75 વર્ષની ઉજવણી અને સ્મૃતિ જાળવવા માટે કરેલી પ્રસંશનિય પહેલનો આયોગ યાત્રા આઝાદી કા અમૃત મહોત્સવનો એક હિસ્સો છે, આયોગ યાત્રામાં ગુજરાતના ૭૫ પર્યટન અને પુરાતન સ્થળોને આવરી લેવામાં આવ્યા છે, આ ઉપરાંત કાંકરીઆ તળાવ, સરખેજ રોઝા, બાઇ હરીની વાવ, લોથલ,વિન્ટેજ કાર મ્યુઝીયમ, ગાંધી આશ્રમ, ઢાલની પોળ, સાબમતિ રીવર ફ્રન્ટ, કાલુપૂર સ્વામિનારાયણ મંદીર, હઠીસિ;ગ ડેરા, વિજ્ઞાન નગરી,આંબરડી સફારી પાર્ક, સરદાર પટેલ મેમોરીયલ, શામળાજી, અંબાજી, નડાબેટ, કબિરવડ, નિલમબાગ પેલેસ, પાલીતાણા, વેળાવદરરાષ્ટ્રીય પાર્ક, સાળંગપૂર મંદિર, કુસુમ વિલાસ પેલેસ, શિવ મંદિર, સાપુતારા,દ્વારકાધિશ મંદિર,શિવરાજપુર બીચ, નાગેશ્વર મંદિર, દાંડી કૂટીર, અડાલજની વાવ, અક્ષરધામ મંદિર, વિધાનસભા, દેવળિયા રાષ્ટ્રીય ઉદ્યાન, સોમનાથ, રણમલ તળાવ, ખાપરા ખોડીયા, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, દામોદર કુંડ, ગિરનાર,વિજય વિલાસ પેલેસ, પ્્રાગ મહેલ, સફેદ રણ, ધોળાવીરા, લખપત ગુરુદ્વારા,માંડવી બીચ, મુંદ્રા પોર્ટ, રણછોડરાય મંદિર, ડાયનાસોર ફોસિલ મ્યુઝીયમ, માનગઢ હીલ, ધરોઇ ડેમ,મોઢેરા સૂર્ય મંદિર, તારંગાની ગુફાઓ, બહુચરાજી મંદિર, વડનગર કિર્તી તોરણ, રોયલ ઓએસિસ વાંકાનેર, સરદાર સરોવર ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, દાંડી સ્મારક,જાંબુઘોડા અભ્યારણ્ય, ચાંપાનેર,જામી મસ્જીદ, રાણીની વાવ, માધવપુરા બીચ, કિર્તી મંદિર, ખંભાળીયા બુધ્ધિષ્ટની ગુફાઓ,રાજકૂમાર કોલેજ,પોલો ફોરેસ્ટ, ઇડર રોકબોલ્ડર્સપોશિના પેલેસ,સૂરતનો કિલ્લો, કચ્છનું નાનુ રણ,સોનગઢનો કિલ્લો, લક્ષ્મી વિલાસ પેલેસ, સયાજી બાગ,એમ એસ યુનિવર્સિટી, તિથલ બીચઅને ઉદવાડા અગિયારીને આ યાત્રા મારફત આવરી લેવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW