Thursday, May 16, 2024
HomeArticleઆવતીકાલે વર્ષનો સૌથી લાંબો દિવસ, ભાવનગરને થશે આવી અસર

આવતીકાલે વર્ષનો સૌથી લાંબો દિવસ, ભાવનગરને થશે આવી અસર

તારીખ .21 જૂનને મંગળવારે વર્ષનો સૌથી લાંબો દિવસ રહેશે. સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. જે છેદબિંદુને સંપાત દિવસ કહે છે. ભારતના લોકો તારીખ 20 માર્ચનો દિવસ અને રાત સરખા હોવાનો અનુભવ કરે છે.

તારીખ 21 જૂન મંગળવારે ભાવનગરમાં દિવસ 13 કલાક , 27 મિનિટ અને 46 સેકન્ડનો દિવસ રહેશે અને રાત 10 કલાક, 33 મિનિટ અને 14 સેકન્ડની રહેશે. આથી ઉત્તર ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે જ્યારે પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, ફીજી જેવા દેશોમાં લાંબામાં લાંબી રાતનો અનુભવ થશે. 21 જૂન પછી સૂર્ય દક્ષિણ તરફ વળે છે તેથી તેને દક્ષિણાયાન કહેવાય છે. દિવસ- રાતની લંબાઇ ચંદ્રની દિશા અને સૂર્ય તરફ પૃથ્વીનો ઝૂકાવ , સૂર્યને પરિભ્રમણ ગતિ વગેરે પરિબળો આધારિત હોય છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,957FollowersFollow
1,300SubscribersSubscribe

TRENDING NOW