સોમવારે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એશિયન બજારોમાં ઘટાડા છતાં ભારતીય બજારો તેજીના લીલા નિશાનમાં ખુલવામાં સફળ રહ્યા છે. બજારના પ્રી-ઓપનિંગ સંકેતો પરથી ખબર પડી કે સ્થાનિક બજારો સારી ગતિ સાથે ખુલશે.
વેપાર: કારોબારમાં BSE સેન્સેક્સ 109.61 પોઈન્ટ અથવા 0.21 ટકાના વધારા સાથે 51,470.03 પર ખુલ્યો હતો. NSE નો નિફ્ટી 41.00 પોઈન્ટ અથવા 0.27 ટકાના વધારા સાથે 15,334.50 પર ખુલવામાં સફળ રહ્યો છે.

6 પોઇન્ટ નો વધારો: શરૂઆતની મિનિટોમાં જ નિફ્ટી 15300ની નીચે સરકી ગયો હતો. 6 પોઈન્ટના વધારા સાથે નિફ્ટી 15299ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી તરફ બેન્ક નિફ્ટીની વાત કરીએ તો તે લાલ નિશાનમાં આવી ગયો છે. બેંક નિફ્ટી 9.25 કલાકે 25.50 પોઈન્ટના ઘટાડા સાથે 32717 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.
મિશ્ર પ્રતિસાદ: શુક્રવારે અમેરિકી બજારોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. S&P 500માં થોડો ઉછાળો હતો પરંતુ એકંદરે સપ્તાહ વર્ષ 2020 પછી સૌથી નબળું હતું. શુક્રવારે ડાઉ જોન્સમાં 38.29 પોઈન્ટની નબળાઈ હતી અને તે 29,888.78 ના સ્તર પર બંધ થયો હતો. S&P 500 0.22 ટકા વધીને 3,674.84 પર બંધ થયો. જ્યારે નાસ્ડેક 1.43 ટકા વધીને 10,798.35 પર બંધ રહ્યો હતો

