HomeGujaratવાંકાનેર પાલિકાને નોટીસ મામલે ભાજપ અગ્રણી જીતું સોમાણીના સાંસદ મોહન કુંડારીયા પર...

વાંકાનેર પાલિકાને નોટીસ મામલે ભાજપ અગ્રણી જીતું સોમાણીના સાંસદ મોહન કુંડારીયા પર ગંભીર આક્ષેપ

વાંકાનેર નગરપાલિકાને તાજેતરમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે વિકાસ કામમાં ઢીલાસ તેમજ પાલીકા પ્રમુખ દ્વારા આપખુદ શાહી વલણ રાખતા હોવાના મુદે નોટીસ આપી ખુલાસો આપવામાં આવતા વાંકાનેરનું રાજકારણ ગરમાયું હતું જેથી આ બાબતે આજે વાંકાનેર ભાજપના અગ્રણી જીતુભાઈ સોમાણીએ રાજકોટ સાંસદ મોહન કુંડારિયા પર ગંભીર આક્ષેપ કર્યા હતા તેઓએ જણાવ્યું હતું કે વાંકાનેર નગરપાલિકાને સુપરસીડ કરવાના પ્રયત્નો સાંસદ મોહનભાઇ કુંડારીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કરવામાં આવી રહ્યા છે તેવો આક્ષેપ વાંકાનેર ભાજપના અગ્રણી જીતુભાઈ સોમાણી દ્વારા કરવામાં આવેલ છે તેની સાથોસાથ ભાજપના આગેવાનો દ્વારા મોરબીની અંદર જમીન કૌભાંડો અને ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યા છે. તેની પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી અને લાગણી વ્યક્ત કરે છે

વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં 28માંથી 24 બેઠક ભાજપને આપી પ્રજા ભાજપને સ્પસ્ટ બહુમત આપ્યો હતો.પરંતુ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની પસંદગીથી ભાજપની અંદર આંતરિક વિખવાદ અને વિવાદો શરુ થઇ ગયા છે જે તે સમયે ચૂંટાયેલા સભ્યો દ્વારા એક જ વ્યક્તિનું નામ પ્રમુખ માટે મૂકવામાં આવ્યું હતું પરંતુ તે નામ ભાજપના પ્રમુખ અને સાંસદ મોહનભાઇ કુંડારીયાને ખુંચતુ હોવાથી તેની સામે ઉમેદવારોને ઉભા કરવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા તેમજ આર્થિક પ્રલોભન પણ આપવામાં આવ્યા હતા. તેવુ જે તે વખતે ભાજપના આગેવાન અને વાંકાનેર બેઠક ઉપરથી અગાઉ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રહેલા જીતુભાઈ સોમાણી દ્વારા કહેવામાં આવ્યું છે અને તેઓએ જણાવ્યું છે કે વાંકાનેર નગરપાલિકામાં ભાજપના જ ચૂંટાયેલા સભ્યો દ્વારા ભાજપ ની સામે બળવો કરીને જે તે સમયે પ્રમુખ અને ઉપપ્રમુખ પસંદગી કરવામાં આવી હતી માટે હાલમાં આ નગરપાલિકાને સુપરસીડ કરવા માટેનો કારસો રચવામાં આવેલ છે જેમાં ખાસ કરીને મોહનભાઇ કુંડારીયા અને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ રસ લેતા હોવાનો પણ આક્ષેપ કરેલ છે અને છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાને અને લોહાણા સમાજને નુકશાન થાય તેવી કામગીરી ભાજપના મોટા ગજાના નેતાઓ દ્વારા કરવામાં આવી રહી છે અને તેમના દ્વારા મોરબી શહેરની અંદર ગેરકાયદેસર બાંધકામથી માંડીને કૌભાંડો કરવામાં આવી રહ્યા છે તે મુદે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ દ્વારા ભ્રષ્ટાચાર સામે પગલાં લેવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW