મોરબી તાલુકાના પીપળીયા ગામમાં રહેતા જોશનાબેન સોમાંભાઇ દેલવાણીયા અને વિનોદભાઈ ભવાનભાઈ દેલવાણીયા નામના યુવક યુવતી ગત બુધવારે કોઈને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયા હતા જે બાદ બન્નેના પરિજનોએ તેની શૉધખોળ કરી હતી દરમિયાન શુક્રવારે વિનોદ ઝેરી દવા પીધેલી હાલતમાં ગંભીર હાલતમાં લાયન્સ નગર માંથી મળી આવ્યો હતો.જેથીતેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો .આ અંગેની જાણ થતાં પરિજનોને યુવતીની પણ શોધખોળ કરી હતી પણ કોઈ પત્તો ન લાગતા અંતે યુવકની પૂછપરછ કરી હતી જેથી તેને યુવતી વાવડી ગામ નજીક હોવાનુ જણાવતાં પરિવાર ત્યાં પહોંચ્યો હતો અને યુવતીનો કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.જે બાદ મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે મૃતદેહ કોહવાયેલ હોવાથી પીએમ માટે રાજકોટ ખસેડવાની ફરજ પડી હતી.બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ ટીમ દ્વારા તપાસ હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં બન્ને યુવક યુવતી એક બીજાને પ્રેમ કરતા હોય પણ પરિવારજનો સાથે નહિ રહેવા દે તેવા ડરથી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી હતી.

