HomeGujaratકોસ્મેટિક્સ કંપની માટે મુકેશ અંબાણી મોટો દાવ ખેલવાની તૈયારીમાં, જાણો આ યોજન

કોસ્મેટિક્સ કંપની માટે મુકેશ અંબાણી મોટો દાવ ખેલવાની તૈયારીમાં, જાણો આ યોજન

મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) કોસ્મેટિક્સ કંપની રેવલોન (Revlon) માટે એક દાવ ખેલે તેવી શક્યતા છે. કોસ્મેટિક્સ અને બ્યુટી પ્રોડક્ટ્સ માટે દુનિયાભરમાં જાણીતી કંપની રેવલોને દેવાળું ફૂંક્યું છે. હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અમેરિકામાં રેવલોનનો બિઝનેસ ખરીદે તેવી શક્યતા છે. રેવલોને યુએસમાં ચેપ્ટર 11 હેઠળ બેન્કરપ્સી પ્રોટેક્શન માટે અરજી કરી છે.

આવી અસર: કોવિડના કારણે રેવલોનની ગ્લોબલ સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ. આ દરમિયાન તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બજારમાં બીજી સેંકડો કોસ્મેટિક્સ કંપનીઓ આવી અને રેવલોન તેની સાથે કદમ મિલાવવામાં નિષ્ફળ રહી હતી. રેવલોનને કોર્ટ મંજૂરી આપશે તો તો હાલના ધિરાણકારો પાસેથી 57.5 કરોડ ડોલરનું ફાઈનાન્સ મેળવે તેવી શક્યતા છે.

વેચાણ ઘટયું: લિપસ્ટિકનો જમાનો ગયો અને તેની જગ્યાએ માસ્ક પહેરવાનું ફરજિયાત થઈ ગયું. 2020માં રેવલોનના વેચાણમાં 21 ટકાનો ઘટાડો થયો હતો. જોકે, ત્યાર પછી 2022માં તેનું વેચાણ 9.2 ટકા વધ્યું હતું. માર્ચમાં સમાપ્ત થયેલા લેટેસ્ટ ક્વાર્ટરમાં રેવલોનના વેચાણમાં 8 ટકા વધારો થયો હતો. પરંતુ કોવિડ અગાઉના 2.4 અબજ ડોલરના વેચાણની તુલનામાં તે ઘણી પાછળ હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,410SubscribersSubscribe

TRENDING NOW